નમસ્તે મિત્રો, આજ આપણે આ બ્લોગ પોસ્ટ મા એક સરસ પ્રાણીઓ વિષે ની માહિતી જોવાના છીએ, જેનું નામ છે, “પ્રાણીઓના બચ્ચાના નામ – Animals Cubs Name In Gujarati.” આ આર્ટિકલ માં તમને બધા પ્રાણીઓ અને તેમના બચ્ચા ના નામ ગુજરાતી ભાષામા આપેલા છે, જે બધા બાળકો ને ખુબ ગમશે.
આ રસપ્રદ માહિતી બાળકો ને ખુબ ઉપીયોગી થશે. જયારે બાળકો નાના હોય છે, ત્યારે તે પ્રથમ દુનિયા ની બધી વસ્તુ ના નામ શીખે છે. આથી જ અમારા બ્લોગ માં આવી સરળ અને ઉપીયોગી માહિતી તમને ગુજરાતી ભાષા માં જોવા મળશે. તમને આ આર્ટિકલ ગમે અથવા તો તમે અમારા બ્લોગ વિષે કૈક સૂચનો આપવા માંગતા હોય તો નીચે કોમેન્ટ અથવા અમને ઇમેઇલ છો, અમે તમને ચોક્કસ જવાબ આપીશું.
Also Read- Animal Names In Gujarati, Latest List 2021 (પ્રાણીઓ ના નામ)
પ્રાણીઓના બચ્ચાના નામ (Animals Cubs Name In Gujarati)
શું તમને ખબર છે, કે તમારા મનપસંદ પ્રાણીના બચ્ચા ને ગુજરાતી માં શું કહે છે? ગલુડિયું, વાછરડું, બિલાડું જેવા નામ તો તમે ચોક્કસ સાંભળ્યા જ હશે જે આ લિસ્ટ માં શામેલ છે. પણ અહીં તમને ઘણા નામ એવા પણ જોવા મળશે જે તમને કદાચ ખબર નહિ હોય. તો ચાલો પ્રાણીઓ ના બચ્ચા ના નામ તરફ આગળ વધીયે અને ઉપીયોગી માહિતી સાથે સાથે પ્રાપ્ત કરીએ.
પ્રાણીઓના બચ્ચાના નામ નુ લિસ્ટ (Animals Cubs Name List In Gujarati)
No | પ્રાણીઓના બચ્ચાના નામ ગુજરાતીમાં | Animals Cubs Name in English |
1 | કૂતરું (Dog) | ગલૂડિયું (Galudiyu) |
2 | ભેંસ (Buffalo) | પાડું (Padu) |
3 | ગાય (Cow) | વાછડું (vachadu) |
4 | બિલાડી (Cat) | મીંદડું (Mindadu) |
5 | બકરી (Goat) | લવારું (Lavaru) |
6 | ઘેંટા (Sheep) | ગાડરું (Gadaru) |
7 | ઘોડા (horse) | વછેરું (vacheru) |
8 | હાથી (Elephant) | મદનિયું (Madaniyu) |
9 | ઊંટ (Camel) | બોતડું (Botadu) |
10 | ગધેડો (donkey) | ખોલકું (Kholku) |
11 | મરઘી (Hen) | પીલું (Pilu) |
12 | સિંહ (Lion) | સરાયું કે ભુરડું (Sarayu or Bhardu) |
13 | સાપ (Snake) | કણા (Kana) |
આ પણ જરૂર વાંચો- Human Body Parts Name In Gujarati (શરીરના અંગોના નામ)
બાળકો માટે નામની કવિતા (Poem for Children)
- ગાયના બચ્ચા ને “વાછેરું“ કહેવાય.
- ભેંસના બચ્ચા ને “પાડું” કહેવાય.
- ઘેંટાના બચ્ચા ને “ગાડરું” કહેવાય.
- બકરીના બચ્ચા ને “લવારું” કહેવાય.
- કૂતરાના બચ્ચા ને “ગલૂડિયું” કહેવાય.
- બિલાડીના બચ્ચા ને “મીંદડું” કહેવાય.
- ઘોડાના બચ્ચા ને “વાછેરું” કહેવાય.
- ઊંટના બચ્ચા ને “બોતડું” કહેવાય.
- હાથીના બચ્ચા ને “મદનિયું” કહેવાય.
- ગધેડાના બચ્ચા ને “ખોલકું” કહેવાય.
- મરઘીના બચ્ચા ને “પીલું” કહેવાય.
- સાપના બચ્ચા ને “કણા” કહેવાય.
- સિંહના બચ્ચાને “સરાયું કે ભુરડું” કહેવાય.
પ્રાણીઓ ના બચ્ચા વિશે અદ્ભુત તથ્યો (Amazing Facts About Animal Cubs In Gujarati)
અહીં નીચે તમને પ્રાણીઓ ના બચ્ચા વિશે થોડા અદ્ભુત તથ્યો આપવામાં આવેલા છે. આ તથ્યો શિષ્ય કદાચ તમે જનતા નહિ હોય.
પોપટ નું બચ્ચું તેમના નામ પર પ્રતિક્રિયા આપે છે.
તમે પહેલાથી જ જાણતા હશો કે પોપટ વાત કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ શું તમે જાણો છો કે પોપટ તેમના બચ્ચાઓને નામ આપતા હોય છે, વૈજ્ઞાનિકો એ આ નામોને “સંપર્ક કોલ” કહે છે. પોપટ નું બચ્ચું તેના જન્મ સમયે એક નામ મેળવે છે, અને તે તેમનો જીવનભર જવાબ આપે છે.
હાથીના બચ્ચાઓ જ્યારે જન્મે છે, ત્યારે તેમના સૂંઢ નો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી.
હાથીના બચ્ચાઓ હાથીઓ પ્રભાવશાળી કદના વયસ્કોમાના એક છે. પરંતુ જ્યારે તે જન્મ લે છે, ત્યારે તેઓ તેમના સૂંઢનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. તેને તે સમયે ખબર નથી હોતી કે તે તેમની સૂંઢ માં પાણી ભરી શકે છે. અને સમય જતા તે તેની માં સાથે સૂંઢ નો ઉપીયોગ શીખે છે.
નવજાત ભૂંડ નું બચ્ચું તેમની માતાના અવાજ પ્રમાણે ચાલે છે.
ડુક્કર અત્યંત હોશિયાર પ્રાણીઓ છે, જેને કૂતરા કરતા હોશિયાર હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકો કહે છે, કે નવજાત ભૂંડ નું બચ્ચું તેમની માતાના અવાજને બે અઠવાડિયાં થતાં જ સારી રીતે ઓળખી શકે છે. ભુંઢ તેમના બચ્ચા ને સૂવડાવવા માટે તેમના ગાવા માટે પણ જાણીતા છે.
એક વાદળી વ્હેલ નું બચ્ચું એક જ દિવસમાં 250 પાઉન્ડ વજન પ્રાપ્ત કરી શકે છે.
વૈજ્ઞાનિકો મુજબ બ્લુ વ્હેલ્સ પૃથ્વી પરના સૌથી મોટા પ્રાણીઓના બચ્ચા એક કલાકમાં 5 કિગ્રા થી 250 પાઉન્ડ એટલે કે 113 કિગ્રા ઉપર મૂકે છે! તેનો અર્થ એ કે બેબી બ્લુ વ્હેલ નું વજન 20 દિવસની અંદર એક ટન કરતા વધારે થાય છે.
કુતરા ની જાતિ માં જોડિયા બચ્ચા વધુ પ્રમાણ માં જોવા મળે છે.
એક કુતરા નું બચ્ચું દુનિયા મા સૌથી લોકપ્રિય પ્રાણી હોય છે? કુતરા વધુ બચ્ચા ને એક સાથે જન્મ આપે છે જેમાં જોડિયા બચ્ચા ની સંખ્યા પણ જોવા મળે છે, અને વૈજ્ઞાનિકો દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે. કોઈ પણ પ્રાણીની જાતિમાં સમાન જોડિયા બચ્ચા એક દુર્લભ ઘટના છે.
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)
સૌથી વધુ લોકપ્રિય પાલતુ શું છે?
કૂતરો એ સૌથી વધુ લોકપ્રિય પ્રાણીઓ છે જેની માલિકી પાલતુ તરીકે છે.
કયું પ્રાણી સુધી ઝડપી દોડી શકે છે?
ચિતો સૌથી ઝડપી દોડી શકે છે.
કયું પ્રાણી જંગલનો રાજા કહેવાય છે?
સિંહને જંગલનો રાજા માનવામાં છે.
Video
અસ્વીકરણ (Disclaimer)
અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
સારાંશ (Summary)
આજ ના આર્ટિકલ માં આપણે “પ્રાણીઓના બચ્ચાના નામ – Animals Cubs Name In Gujarati” જોયા. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે. છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કૉમેંન્ટ કરી ને જણાવી શકો છો. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.