નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ www.learn.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે “Animals Name In Gujarati and English (પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” આર્ટિકલમાં બધા બાળકો ને ઉપીયોગી બને તેવા નામ શીખીશું. આ નામ અહીં બંને ઉપીયોગી ભાષામાં આપવામાં આવેલા છે, જેથી બધા વિદ્યાર્થીઓ કૈક નવું શીખી શકશે.
પ્રાણીઓ વર્ષો થી પૃથ્વી પર આપણે વચ્ચે રહેતા આવ્યા અને હાલ પણ રહે છે. મુખ્ય પ્રકાર ની વાત કરીયે તો તેના ઘણા પ્રકાર પડે છે, જેની માહિતી નીચે આપવામાં આવેલી છે. અહીં અમે બધા નામ અલગ અલગ પ્રકાર પ્રમાણે આપેલા છે, જેથી તમને સમસજવામાં સરળતા રહે.
51+ Animals Name In Gujarati and English (51 થી વધુ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)
પ્રાણીઓ માત્ર તેમના કદ, વિપુલતા અને સંપૂર્ણ વિવિધતા દ્વારા જ નહીં, પરંતુ તેમની ગતિશીલતા દ્વારા પણ પૃથ્વી પરના જીવનની માનવ કલ્પનાઓ પર પ્રભુત્વ ધરાવે છે, જે મનુષ્યો નો પણ સમાવેશ થાય છે. સમગ્ર પ્રાણીઓની શ્રેણીમાં ફક્ત માનવી એ પોસ્ટનો વિકાસ કર્યો છે, જેથી તે હાલ તે જૂથમાંથી અલગ છે. તો ચાલો પ્રાણીઓના નામ વિષે માહિતી મેળવીએ.
આ પણ વાંચો- ફળો અને શાકભાજીના નામ Fruits and Vegetables Name in Gujarati and English
Wild Animals Nam In Gujarati and English (જંગલી પ્રાણીઓ ના નામ)
જે પ્રાણીઓ પાળેલા નથી અને કુદરતી વાતાવરણમાં મનુષ્યો થી દૂર રહે છે તેમને જંગલી પ્રાણીઓ કહેવામાં આવે છે. જેમ કે સિંહ, વાઘ, જિરાફ અને વરુ તેના અનુકૂળ કુદરતી વાતાવરણમાં રહે છે, અન્ય પ્રાણીઓ જેમ કે ગાય, કૂતરો અને ગધેડો પાળેલા પ્રાણીઓ છે અને તેમને ફાયદા માટે મનુષ્ય દ્વારા પાળવામાં આવે છે.
જંગલી પ્રાણીનો બીજો અર્થ એ છે કે તે કાબૂમાં નથી અને લોકોની મદદ વિના તે પોતાની રીતે જીવે છે. જંગલી પ્રાણી ચોક્કસ કુદરતી વસવાટમાં પોતાનો ખોરાક, આશ્રય, પાણી અને તેની અન્ય તમામ જરૂરિયાતો શોધે છે.
No | Wild Animals Name in English | Wild Animals Name in Gujarati |
1 | Lion | સિંહ |
2 | Tiger | વાઘ |
3 | Elephant | હાથી |
4 | Panther and Jaguar | દીપડો |
5 | Rabbit | સસલું |
6 | Monkey | વાંદરો |
7 | Bear | રીંછ |
8 | Leopard | ચિત્તો |
9 | Deer | હરણ |
10 | Fox | શિયાળ |
11 | Wolf | વરુ |
12 | Giraffe | જીરાફ |
13 | Kangaroo | કાંગારુ |
14 | Panda | પાંડા |
15 | Hippopotamus | હિપ્પોપોટેમસ (દરિયાયી ઘોડો) |
16 | Rhinoceros | ગેંડા |
17 | Chimpanzee | ચિમ્પાન્જી (માનવ જેવો વાંદરો) |
18 | Porcupine | સાહુડી |
19 | Squirrel | ખિસકોલી |
20 | Mongoose | નોળિયો |
21 | Zebra | ઝેબ્રા |
22 | Hyena | ઝરખ |
23 | Antelope | કાળિયાર |
24 | Bat | ચામાચીડિયું |
25 | Stag | બારશિંગુ |
26 | Baboon | દેખાવે કૂતરા જેવું વાનર |
27 | Raccoon | ઉત્તર અમેરિકાનું ગુચ્છાદાર પૂંછડીવાળું રીંછ |
28 | Orang Outang | ઉરાંગ ઉટાંગ |
29 | Gorilla | ગોરિલા (વિશાળ વાંદરો) |
આ પણ વાંચો- પ્રાણીઓના બચ્ચાના નામ- Animals Cubs Name In Gujarati
ઉપર ના લિસ્ટ માં જે બધા પ્રાણીઓ ના નામ તમને દેખાય છે તે બધા જંગલી પ્રાણીઓ છે. આ લિસ્ટ ના ફક્ત જંગલી પ્રાણીઓ નો સમાવેશ કરેલો છે જેથી તમને નામ શોધવા માં આસાની થાય.
Pets List In Gujarati and English (પાલતુ પ્રાણીઓ ના નામ)
પાળતુ પ્રાણી એક ઘરગથ્થુ પ્રાણી છે જે કોઈ વ્યક્તિ અથવા પરિવાર સાથે રહે છે. કૂતરા અને બિલાડી જેવા લોકપ્રિય, જાણીતા પાલતુ પ્રાણીઓની સૂચિમાં શામેલ છે.
સાથીદારી અને પ્રાણી સાથેનું બંધન તેને પાલતુ બનાવે છે. ઉદાહરણ તરીકે, શેરીઓમાં રખડતા કુતરા એ ફક્ત એક પ્રાણી છે, પરંતુ જો તમે તેને ઘરે લઈ જવાનું અને તેનું નામ અને કાળજી લેવાનું નક્કી કરો છો, તો તે તમારું પાલતુ બની જાય છે. ટૂંકમાં, પાળતુ પ્રાણી એ એક પ્રાણી છે જે મનુષ્યો ના સાથી માટે રાખવામાં આવે છે.
No | Pets Name in English | Pets Name in Gujarati |
1 | Cow | ગાય |
2 | Buffalo | ભેંસ |
3 | Cat | બિલાડી |
4 | Dog | કૂતરો |
5 | Goat | બકરી |
6 | Sheep | ઘેટાં |
7 | Camel | ઊંટ |
8 | Horse | ઘોડો |
9 | Donkey | ગધેડો |
10 | Pig | ભૂંડ |
11 | Bull | આખલો |
12 | Ox | બળદ |
13 | Mule | ખચ્ચર |
14 | Pony | ટટુ |
15 | Yak | યાક |
16 | Calf | વાછરડું |
17 | Colt | વછેરો |
ઉપર ના લિસ્ટ માં જે બધા પ્રાણીઓ ના નામ તમને દેખાય છે તે બધા પ્રાણીઓ ના બચ્ચા ના નામ છે. આ લિસ્ટ ના ફક્ત પ્રાણીઓ ના બચ્ચા ના નામ નો સમાવેશ કરેલો છે જેથી તમને નામ શોધવા માં આસાની થાય.
ઉપર ના લિસ્ટ માં જે બધા પ્રાણીઓ ના નામ તમને દેખાય છે તે બધા પાલતુ પ્રાણીઓ છે. આ લિસ્ટ ના ફક્ત પાલતુ પ્રાણીઓ નો સમાવેશ કરેલો છે જેથી તમને નામ શોધવા માં આસાની થાય.
આ પણ વાંચો- પક્ષીઓ ના નામ (Birds Name in Gujarati)
Sea/Water Animals Name in Gujarati and English (જળચર અથવા પાણીમાં રહેતા પ્રાણીઓ ના નામ)
જળચર શબ્દ એવા પ્રાણીઓને લાગુ પાડી શકાય છે જે કાં તો મીઠા પાણીમાં અથવા ખારા પાણીમાં રહે છે. જો કે, દરિયાઈ વિશેષણનો ઉપયોગ સામાન્ય રીતે ખારા પાણીમાં રહેતા પ્રાણીઓ માટે થાય છે, એટલે કે મહાસાગરો, સમુદ્રો વગેરેમાં.
No | Water Animals Name in English | Water Water Animals Name in Gujarati |
1 | Alligator | મગર |
2 | Crab | કરચલો |
3 | Frog | દેડકો |
4 | Fish | માછલી |
5 | Snail | ગોકળગાય |
6 | Seal | સીલ |
7 | Octopus | ઓક્ટોપસ |
8 | Shark | શાર્ક |
9 | Seahorse | સીહોર્સ |
10 | Starfish | સ્ટારફિશ |
11 | Whale | વ્હેલ |
12 | Penguin | પેંગ્વિન |
13 | Jellyfish | જેલીફિશ |
14 | Squid | સ્ક્વિડ |
15 | Dolphin | ડોલ્ફિન |
16 | Shells | શેલ |
17 | Sea turtle | દરિયાઈ કાચબો |
18 | Sea lion | સીલ માછલી |
ઉપર ના લિસ્ટ માં જે બધા પ્રાણીઓ ના નામ તમને દેખાય છે તે બધા દરિયાયી પ્રાણીઓ છે. આ લિસ્ટ ના ફક્ત દરિયાયી પ્રાણીઓ નો સમાવેશ કરેલો છે જેથી તમને નામ શોધવા માં આસાની થાય.
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)
પ્રાણીઓ વિશે તથ્યો શું છે?
ચાંચડ તેના શરીરની લંબાઈ કરતાં 350 ગણી કૂદી શકે છે. હમીંગબર્ડ એકમાત્ર એવા પક્ષીઓ છે જે પાછળની તરફ ઉડી શકે છે. સ્ટારફિશને મગજ હોતું નથી.
ગોકળગાયને 4 નાક હોય છે. માત્ર માદા મચ્છર કરડે છે. ઉડવા માટે સક્ષમ એકમાત્ર સસ્તન પ્રાણી ચામાચીડિયું છે.
પ્રાણીઓના પ્રકારના કયા કયા છે?
કરોડઅસ્થિધારી પ્રાણીઓને આગળ અલગ અલગ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. ઉભયજીવી, પક્ષીઓ, માછલી, સસ્તન પ્રાણીઓ અને સરિસૃપ, જેમાં કરોડરજ્જુ વગરના પ્રાણીઓ અપૃષ્ઠવંશી છે.
પૃથ્વી પર પ્રથમ પ્રાણી કયું હતું?
પૃથ્વીનું પ્રથમ પ્રાણી સમુદ્રમાં રહેતી કોમ્બ જેલીફિશને માનવામાં આવે છે.
અસ્વીકરણ (Disclaimer)
અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
સારાંશ (Summary)
આજ ના આર્ટિકલ “51+ Animals Name In Gujarati and English (51 થી વધુ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કૉમેંન્ટ કરી ને જણાવી શકો છો. આવીજ ભણતર વિશેની અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.