દિવાળી વિશે નિબંધ (Top 3 Diwali Essay in Gujarati)

નમસ્તે મિત્રો, આજ આપણે “દિવાળી નિબંધ (Diwali Essay in Gujarati)” આર્ટિકલ માં ખુબ સરસ 3 નિબંધ જોવાના છીએ. દિવાળી હિન્દુ સંસ્કૃતિ અને ગુજરાતીઓ માટે ખુબ મહત્વ નો તહેવાર માનવામાં આવે છે અને તેથીજ બધા વિદ્યાર્થી માટે પણ દિવાળી નિબંધ ખુબ ઉપીયોગી હોય છે જે પરીક્ષામાં વારં વાર પુછાય છે. આ કારણે અમે હૈ આજ થોડા દિવાળી ના નિબંધ ના ઉદાહરણ આપ્યા છે જે તમને ખુબ જ મદદરૂપ થશે.

દિવાળી એ દેશનો સૌથી મોટો તહેવાર છે. તે દીપાવલી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે, દરેક જગ્યાએ ખુશીનું વાતાવરણ છવાયેલું હોય છે, લોકો તેમના ઘરને રંગબેરંગી લાઈટોથી અને દીવાથી સજાવે છે અને બાળકો અને યુવાનો સાથે મળીને ઘરની બહાર ફટાકડા ફોડે છે.

Must Read- મારો પ્રિય તહેવાર વિશે નિબંધ (Top 3 My Favorite Festival Essay in Gujarati)

પવિત્ર તહેવાર દિવાળી વિશે નિબંધ ગુજરાતી માં (Diwali Essay Gujarati for Standard 4, 5, 6, 7, 8, 9)

દિવાળી એ દેશ માટે જ નહીં પરંતુ બધા ભારતીયો અને ભારતની બહાર રહેતા અન્ય લોકો માટે પણ એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. તેઓ દિવાળીને ખુબ ધામ ધૂમ થી ઉજવે છે. દિપાવલી નિમિત્તે શાળાઓ અને કોલેજોમાં એક લાંબી રજા હોય છે જેને દિવાળી નું વેકેશન કહેવાય છે. આ સમયે બધી શાળા કોલેજોમાં નિબંધ લેખન અને વકૃત્વ સપર્ધા નું આયોજન કરવામાં આવે છે, પછી ક્યાંક તો હરીફાઈનું પણ આયોજન કરવામાં આવે છે.

તેથી, ઘણા વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ પર ગુજરાતી અને ઇંગલિશ માં દિવાળી પર નિબંધ શોધે છે. અમે આ આર્ટિકલ અમારા વાચકો માટે ખાસ લાવ્યા છે, જ્યાં તમે દિવાળી વિશે નિબંધ ની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. જેમ કે દિવાળીનો તહેવાર કેવો હોય છે, દિવાળીનું શું મહત્વ હોય છે, દિવાળી કેમ ઉજવવી જોઈએ , દિવાળીની ઉજવણીનું કારણ શું હોય છે, દિવાળીનો અર્થ શું છે, ટૂંકો (Short) નિબંધ અથવા 10 લાઇનમાં દિવાળી પર નિબંધ વગેરે પણ તમને અહીં મળશે.

મારો પ્રિય તહેવાર દિવાળી વિશે નિબંધ ગુજરાતીમાં (My Favorite Festival Diwali Essay In Gujarati For Standard 8, 9, 10)

દિવાળી જેવા વિશેષ તહેવારની હિન્દુ ધર્મના લોકો ખૂબ આતુરતાથી રાહ જુએ છે. તેથીજ બાળકોથી લઈને, યુવાનો અને વૃધો સુધીનો દરેકનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રિય તહેવાર દિવાળી છે. દિવાળી એ ભારતનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રખ્યાત તહેવાર માનવામા છે.

જે દર વર્ષે એક સાથે સંપૂર્ણ દેશમાં ઉજવવામાં આવે છે. રાવણને હરાવ્યા પછી, ભગવાન રામ 14 વર્ષના વનવાસ બાદ તેમના રાજ્ય અયોધ્યામાં પાછા ફર્યા હતા. તેથી લોકો આજે પણ આ દિવસ ઉત્સાહથી ઉજવે છે. ભગવાન રામના આ દિવસે અયોધ્યાના લોકોએ રામને ખૂબ ઉત્સાહથી આવકારવા માટે તેમના ઘરો અને માર્ગોને દીવાઓ થી પ્રજ્વલિત કાર્ય હતા.

તે એક પવિત્ર હિન્દુ તહેવાર છે જે બુરાઈ પર અચ્છાઈ ની જીત નું પ્રતીક છે. મુઘલ બાદશાહ જહાંગીર દ્વારા ગ્વાલિયર જેલમાંથી તેમના મહાન ગુરુ શ્રી હરગોવિંદજીની મુક્તિની યાદમાં શીખ સમાજ દ્વારા પણ આ તહેવાર ની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસે બજારોને એક અદ્ભુત દેખાવ આપવા માટે દુલ્હનની જેમ લાઈટોથી સજાવવામાં આવે છે. આ દિવસે બજારમાં ખાસ કરીને મીઠાઇ અને કપડાંની દુકાનોની ખુબ ભીડ જોવા મળે છે. બાળકોને બજારમાંથી નવા કપડા, ફટાકડા, મીઠાઇ, ભેટ, અને રમકડા ખરીદતા હોય છે.

Diwali My Favorite Festival Essay in Gujarati દિવાળી મારો પ્રિય તહેવાર નિબંધ

લોકો તહેવારોના થોડા દિવસો પહેલા જ તેમના ઘરની સારી રીતે સફાઇ કરે છે અને રોશની અને દીવાથી શણગારે છે. હિન્દુ કેલેન્ડર મુજબ લોકો સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ કરે છે. લોકો ભગવાન અને દેવી પાસે આરોગ્ય, સંપત્તિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે. દિવાળીના તહેવારના પાંચેય દિવસ લોકો ખાદ્ય ચીજો અને અવનવી મીઠાઇની વાનગીઓ બનાવે છે. આ દિવસ થી લોકો સારી પ્રવૃત્તિઓની નજીક જાય છે અને ખરાબ ટેવોને દૂર કરે છે.

પાંચ દિવસ માં પ્રથમ દિવસ ધનતેરસ તરીકે ઓળખાય છે જે દેવી લક્ષ્મીની પૂજા દ્વારા ઉજવવામાં આવે છે. બધા લોકો ધન ની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આરતી, ભક્તિ ગીતો અને મંત્રોચ્ચાર કરે છે. બીજો દિવસ કાલી ચૌદશ તરીકે ઉજવે છે જયારે ભગવાન કૃષ્ણની ઉપાસના દ્વારા ઉજવવામાં આવે છે કેમકે તેણે રાક્ષસ રાજા નરકસુરાનો વધ કર્યો હતો.

ત્રીજો દિવસ દિવાળી નો દિવસ તરીકે ઓળખાય છે જે સાંજે લક્ષ્મીની પૂજા કરીને, સંબંધીઓ, મિત્રો, કુટુંબીજનો ફટાકડાઓ ફોડે છે મીઠાઇ અને ભેટો એક બીજાને આપીને ઉજવવામાં આવે છે. ચોથા દિવસે નવું વર્ષ માનવામાં આવે છે જેમાં બધા લોકો સાગા સંબંધી ના ઘરે જાય છે.

પાંચમા દિવસને ભાઈ બીજ તરીકે ઓળખાય છે. આ દિવસ દિવસ ભાઈ-બહેનો દ્વારા ઉજવવામાં આવે છે. બહેનો તેમના ભાઈઓને ભાઈ બીજના ઉત્સવની ઉજવણી માટે આમંત્રણ આપે છે અને ભાઈઓ તેમના ઘરે જાય છે.

Must Read- “ઉત્તરાયણ” વિષે નિબંધ (Top 3 Amazing Uttarayan Essay In Gujarati)

300 શબ્દો નો ટૂંકો દિવાળી વિશે નિબંધ ગુજરાતીમાં (300 Word Diwali Essay In Gujarati For Std 4, 5, 6, 7)

દિવાળીનો તહેવાર ભારત અને બીજા ઘણા દેશોમાં જ્યાં ભારતીય લોકો રહે છે ત્યાં ખૂબ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. દીપાવલીને દીપનો ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળી એ ભારતનો એક મુખ્ય તહેવાર છે, જે ભારતમાં બધી જગ્યાએ ખૂબ જ આનંદ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી રામ રાવણને હરાવીને અને 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી અયોધ્યા પાછા ફર્યા હતા.

ભગવાન રામના આગમનનો આનંદ ત્યાંના બધા લોકોને હતો. ત્યારથી, આ દિવસ દિવાળીના તહેવાર તરીકે દર વર્ષે હિન્દૂ સંસ્કૃતિ માં ઉજવવામાં આવે છે. લોકો આજે પણ આ તહેવાર આનંદ સાથે ઉજવે છે. આ ઉત્સવ, બાળકો, વૃદ્ધ અને યુવાનો દરેક ખૂબ સારી રીતે ઉજવે છે. શાળાઓ, કોલેજો અને કચેરીઓમાં પણ દિવાળી ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દિવાળીમાં લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને ઘણી ભેટો અને મીઢાઈ આપવામાં આવે છે.

દિવાળીનો તહેવાર દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. દિવાળીના આગમનના થોડા દિવસો પહેલા થીજ લોકોએ આ ઉત્સવની ઉજવણી કરવાની તૈયારી શરૂ કરી દીધી હોય છે. દિવાળીના દિવસે લોકો પોતાની દુકાનને, ઘર, શાળાઓ, ઓફિસો વગેરેને સુંદર રીતે શણગારે છે. આ દિવસે દરેક નવા કપડા, મીઠાઈઓ અને ફટાકડા ખરીદે છે.

દિવાળીની રાતે આખું ભારત પ્રકાશ થી ઝળહળે છે. આખું ભારત રંગબેરંગી લાઇટ, દીવાઓ, મીણબત્તીઓ વગેરેથી ચમકતું હોય છે. ઘણા લોકો દ્વારા દિવાળીની સાંજે ભગવાન લક્ષ્મી અને ગણેશની પૂજા કરવામાં આવે છે. પૂજા કર્યા પછી, બધા લોકો તેમના પડોશીઓ અને તેમના સંબંધીઓને મીઠાઇ અથવા બીજી ભેટો આપે છે.

આ દિવસે લોકો ફટાકડા, બોમ્બ, ફુલઝારી વગેરે સળગાવી આનંદ માણતા હોય છે. દિવાળીનો તહેવાર પણ દુષ્ટતા ઉપર સત્યની જીતનું પ્રતીક માનવામાં આવે છે. દિવાળીનો તહેવાર ફક્ત ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં ભારતીયો દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

Must Read- રક્ષા બંધન નિબંધ (Top 3 Raksha Bandhan Essay in Gujarati)

100 શબ્દો નો ટૂંકો દિવાળી વિશે નિબંધ ગુજરાતી માં (100 Word Diwali Essay In Gujarati For Standard 1,2,3)

દિવાળીનો તહેવાર દરેક માટે આનંદ લાવે છે, પછી ભલે તે બાળક હોય કે યુવાન કે વૃદ્ધ. દરેક માણસ આ ઉત્સવની ઉત્તમ મોજ માજા સાથે ઉજવે છે. આ સાથે શાળાઓ, કોલેજો, કચેરીઓ વગેરેમાં પણ દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર વર્ષમાં એકવાર આવે છે જે દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં હોય છે.

Diwali Essay in Gujarati દિવાળી વિષે નિબંધ ગુજરાતીમાં

દિવાળી આવતાની સાથે જ લોકો તેમના ઘરની સાફ સફાઇ પણ સારી રીતે કરે છે. આ દિવસે આપણે બધા નવા કપડા પહેરે છે અને મીઠાઇઓ અને અવનવા વ્યંજન ખાઈએ છીએ. આ દિવસે બધા જ આનંદ અને ઉલ્લાસ થી કોઈ પણ ભેદ ભાવ વગર એક સાથે મળીને ઉજવે છે. દિવાળી ના દિવસે બધા તેમના ઘર માં દીપ પ્રજ્વલિત કરે છે અને બાળકો અને યુવાનો ફટાકડા ફોડીને દિવાળી પર્વ નો આનંદ માણે છે.

10 લાઇનનો દિવાળી નિબંધ ગુજરાતી માં (10 Lines Diwali Essay in Gujarati)

  • દિવાળીનો તહેવાર હિન્દુઓનો એક મુખ્ય તહેવાર માનવામાં આવે છે.
  • દિવાળીને દીપ નો ઉત્સવ પણ કહેવામાં આવે છે.
  • દિવાળીને ખુબ ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કાર્ય પછી અયોધ્યા પાછા ફર્યા હતા.
  • ભગવાન શ્રી રામના અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ દીપ પ્રગટાવી આ દિવસને દિવાળી તરીકે ઉજવ્યો.
  • દિવાળીનો તહેવાર દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવે છે.
  • આ દિવસે આખું ભારત પ્રકાશ થી જળહળી ઉઠ્યું હોય છે.
  • દિવાળીની સાંજે ભગવાન લક્ષ્મી અને ગણેશની પૂજા પણ કરવામાં આવે છે.
  • આ દિવસે, બધા લોકો તેમના ઘરો, ઓફિસો અને કચેરીઓ વગેરેમાં દીવડાઓ પ્રગટાવે છે અને ફટાકડા ફોડે છે.
  • દિવાળી પર દરેક પાડોશી અને સંબંધીઓને મીઠાઇ અને અન્ય ભેટ વગેરે આપે છે.
  • બાળકો અને યુવાનો આ દિવસોમાં ફટાકડા, ફુલઝર, બોમ્બ ફોડી તહેવાર નો આનંદ વ્યક્ત કરે છે.

Diwali Essay in Gujarati PDF (દિવાળીનિબંધ પીડીએફ)

તમને ઉપર ત્રણ સુંદર નિબંધ દેખાશે જો તમારે આ બધા નિબંધ PDF File માં જોતા હોય તો નીચે ના બટન પર કરો, જ્યાં તમારા માટે PDF ફાઈલ અપલોડ કરેલી છે. અન્ય રીતે જો તમે Google Chrome બ્રાઉઝર નો ઉપીયોગ કરી અને તમે જાતે જ આ article ને PDF માં કન્વર્ટ કરી શકો છો. તમને નીચે આ કામ કઈ રીતે કરવું તેના સરળ પગલાં આપેલા છે.

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

ભારતનો સૌથી મોટો તેહવાર કયો છે?

અહીં દિવાળી ને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે.

દિવાળી દર વર્ષે ક્યારે આવે છે?

ગુજરાતી કેલેન્ડર મુજબ આ તહેવાર દર વર્ષે આસો મહિનામાં અને અંગ્રેજી કેલેન્ડર મુજબ ઓક્ટોબર કે નવેમ્બર મહિના માં આવે છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

નિષ્કર્ષ (Conclusion)

આશા છે કે તમને દિવાળી વિશે નિબંધ ગુજરાતી માં- Amazing Diwali Essay in Gujarati આર્ટિકલ ગમ્યો હશે અને કૈક નવું જાણવા મળ્યું હશે. છતાં આ વિશે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક પેજ પર જઇને કોન્ટેક્ટ ફોર્મ ભરી શકો છો કે ઈ-મેઈલ પણ કરી શકો છો.

અમે પૂરતો પ્રયાસ કરશું કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબથી તમે નિરાશ ના થાવ એજ અમારો મુખ્ય ધ્યેય છે. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment