અમારા બ્લોગ www.learn.gujarati-english.com માં આપ સૌ નું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી ભાષા સંબંધિત ઉપયોગી માહિતી જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે, “સૌથી લોકપ્રિય ગુજરાતી કહેવતો (Gujarati Kahevat or Gujarati Proverb).” કહેવતો આપણી ભાષા માં ખુબ પ્રચલિત છે અને રોજ ની સામાન્ય વાતચીત માં પણ આપણે ઉપીયોગ કરતા હોયીએ છીએ. આ સિવાય કોઈ વ્યક્તિ ને દ્રષ્ટાંત આપવા માટે પણ આનો ઉપીયોગ કરવામાં આવે છે.
જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા શાળામાં અભ્યાસ કરી રહ્યા છો, તો આ વિષય તમારા માટે જરૂરથી મહત્તવપૂર્ણ બનશે. કારણકે તમામ પરીક્ષાઓમાં કેહવતોના અર્થ હંમેશા પુછાતા હોય છે, જે ઘણા વિદ્યાર્થીઓ ને નથી ખબર. આજે આપણે તમારા આ પ્રશ્ન નું નિરાકરણ લાવીશું.
Also Read- 201+ ગુજરાતી તળપદા શબ્દો (Gujarati Talpada Shabdo)
સૌથી લોકપ્રિય ગુજરાતી કહેવતો (Gujarati Kahevat or Gujarati Proverb)
કહેવત એ એક નાનું વાક્ય છે જે લોકો વારંવાર ટાંકે છે, જે સલાહ આપે છે અથવા તમને જીવન વિશે કંઈક કહે છે. આ એવા વાક્યો છે, જેનથી લોકોને કૈક શીખવા મળે છે. આ વારંવાર ઉપીયોગના કારણે લોકો વચ્ચે લોકપ્રિય બને છે અને જે મૂળભૂત સત્ય અથવા વ્યવહારુ ઉપદેશને વ્યક્ત કરે છે. તો ચાલો થોડા સરસ ઉદાહરણ અને તેના અર્થ જોઈએ.
- નહી ઘરના કે નહીં ઘાટના- બન્ને માંથી એકેય તરફ ના ના રેહવું.
- મોરનાં ઈંડા ચીતરવાં ન પડે- માતા પિતાના સંસ્કાર સંતાનોમાં આપો આપ ઉતરે જે કેળવવા ના પડે.
- બોલે તેના બોર વેચાય- જે વ્યક્તિ બોલે તે કૈક કરી શકે.
- ભસતો કૂતરો કરડે નહી- બોલનાર માણસ કામ કરવામાં કાચો હોય છે.
- ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ- સાવ ગરીબ હોવું.
- કાગડાનું બેસવું ને ડાળનું ભાંગવું- અકસ્માતે ઘટના બનવી.
- સત્તા આગળ શાણપણ નકામું- અધિકારીને સલાહ ન અપાય.
- ૨જનું ગજ કરવું- નાની વાતને ખુબ મોટું સ્વરૂપ આપવું.
- કૂતરાનો સંઘ કાશીએ ન પહોચે- અંદર અંદર લડાઈ કરનારા કશી સફળતા મેળવી શકતા નથી.
- ન બોલવા માં નવ ગુણ- જરૂર ના હોય ત્યાં ના બોલવું.
- ઉજ્જડ ગામ માં એરંડો પ્રધાન- બધા મૂર્ખ વચ્ચે, થોડો હોશિયાર માણસ પણ શાણો.
- સંપ ત્યાં જંપ- બધા વ્યક્તિઓ માં સંપ હોય તો શાંતિ હોય.
- લંગડી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે- એક વ્યક્તિ કામ કરે અને બીજા ઘણા વ્યક્તિ ને તેજ કામમાં રોકી રાખે.
- વાવો તેવું લણો- કામ કરો તેવું ભોગવવું પડે.
- ટીપે ટીપે સરોવર ભરાય- થોડી થોડું ભેગું કરતા વધુ માત્રા માં એકઠું થાય.
- દૂર થી ડુંગર રળિયામણાં- દૂર થી બધું સારું લાગે.
- શેરને માથે સવાશેર- તાકાતવર ને તેનાથી વધુ તાકાતવર મળેજ.
- વધુ હાથ રળિયામણા– એક કરતા વધુ વ્યક્તિ કામ કરતા ઝડપી થાય.
- કૂતરાની પૂંછડી જમીન મા દાટો તો પણ વાંકી ને વાંકી જ રહે- માણસ પોતાની પ્રકૃતિ કોઈ દિવસ ના ભૂલે.
- હસે તેનું ઘર વસે- હસતો વ્યતિ બધાને સારો લાગે.
- પારકી આશા સદા નીરાશા- બીજા ઉપર આધાર રાખી ક્યારેય ના જીવાય.
- દશેરા ના દિવસે ઘોડા ન દોડે- જરૂર હોય ત્યારે જ વસ્તુ કે વ્યક્તિ કામ ના કરે.
- એક સાંધતા તેર તૂટે- એક વસ્તુ સરખી કરતા બીજી બગડે.
- કૂવામાં હોય તો અવાડામાં આવે- બાપ પાસે હોય તો દીકરા ને મળે.
- ગાંડાના ગામ ન હોય- મૂર્ખ માણસ તો ગમે ત્યાં મળી જાય.
- સુકા સાથે લીલુ પણ બળે- દોશી સાથે નિર્દોષ પણ મુશ્કેલી માં મુકાય.
- લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય- તક મળતા તરત ઝડપી લેવાય.
- પગ જોઈને પથારી તાણો- પોતાની શક્તિ જોઈને કામ કરવું.
- વીતી હોય તે જાણે- દુઃખનો અનુભવ તો દુઃખી જ જાણતો હોય.
- વઢકણી વહુએ દીકરો જણ્યો- પોતાનો ઉગ્ર સ્વભાવ હતો અને વધુમાં મિથ્યાભિમાન ભળ્યું.
- મેરી બિલ્લી મુજકો મ્યાઉ?- જેને આશરો આપ્યો તે જ બેવફાઈ કરે.
- જુવાનીનું રળ્યું ને પરોઢિયાનું દળ્યું- સમયસર કામ કરેલું જ ઉપયોગી બને
- ચોરનો ભાઈ ઘંટી ચોર- બંને પક્ષ સરખા
- ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?- અનુભવ ના હોય તેને આનંદની ખબર ક્યાંથી?
- પાડાના વાંકે પખાલીને ડામ- ગુનો બીજો કરેને સજા બીજાને મળે.
- નવી ગિલ્લીને નવો દાવ અથવા નવા નાકે દિવાળી- નવેસરથી પ્રારંભ કરવો.
- રાંડ્યા પછી ડહાપણનું શું કામ– નુક્સાન થયા પછી પસ્તાવો કરી શું ફાયદો.
- સોનાની થાળીમાં લોઢાનો મેખ- સારી વસ્તુ કલંકિત કરવી.
- મોઢે રામને બગલમાં છરી- બહારથી સજ્જન પણ મનમાં કપટ.
- બેની લડાઈમાં તીજો ફાવે- કુસંપ હોય ત્યાં ત્રીજો વ્યક્તિ લાભ લઈજાય.
- છાણના દેવને કપાસિયાનો આંકો- લાયકાત મુજબનું માન
- વખાણી ખીચડી દાંતે વળગી- વખાણેલી વસ્તુ ખરાબ નીકળવી
- દુઃખનું ઓસડ દહાડા- સમય જ માણસ નું દુઃખ ઓછું કરે છે.
- પુત્રનાં લક્ષણ પારણામાં- સાચું સ્વરૂપતો શરૂઆતથી જ દેખાય.
- દુષ્કાળમાં અધિક માસ- જીવનમાં એક આફત ઉપર બીજી આફત આવવી.
- દોરી બળે પણ વળ ન છૂટે- મરણ સુધી પણ માણસની સ્વભાવ ના બદલાય.
- ધીરજનાં ફળ મીઠા- ધૈર્ય રાખવાથી કામ સારુ થાય
- દીકરો થઈને ખવાય બાપ થઈને નહી- નમ્ર સ્વભાવ થી કોઈ વસ્તુ મંગાય, સામા થઈને નહી.
- ધોળું એટલે દૂધ નહિ- બાહ્ય દેખાવ સારો ન પણ હોય શકે.
- ધરમ કરતાં ધાડ પડવી- સારું કામ કરવા જતાં આપત્તિ આવવી.
- નામ મોટાં ને દર્શન ખોટાં- વ્યક્તિ કે વસ્તુ ના નામ પ્રમાણે ગુણ ન હોવા
- ભગાના ભાઈ જેવું કરવું- મૂ્ખતાભર્યું કામ કરવું.
- ગરજ સરી કે વેધ વેરી- કામ પતી જતા સ્વાર્થી બની જવું
- ખુદા મહેરબાન તો ગધા પહેલવાન- ઈશ્વરની કૃપા હોય તો નિર્બળ પણ બળવાન બની શકે.
- સત્તા આગળ શાણપણ નકામું- અધિકાર પાસે માણસનું કૌશલ કામ આવતું નથી.
- દૂધ પાઈને સાપ ઉછેરવો- આશ્રય આપીને પોતાના માટે ઉપાધિ ઊભી કરવી
- જર, જમીન ને જોરું ત્રણેય કજિયાના છોરું- આ ત્રણેય વસ્તુ ઝઘડાનું મૂળ બની શકે છે.
- ડાહ્યો દીકરો દેશાવર ભલો- સારી વસ્તુની કિમત તો બીજે જ થાય.
- જમવામાં જગલો ને ફૂટવામાં કેશવો- લાભ કોઈ લે અને મહેનત બીજો કરે.
- ચોર કોટવાળને દંડે- ગુનેગાર જ ન્યાય કરે.
- ભૂખથીય ભૂંડી ભીખ- જીવન માં ભૂખ કરતાં સ્વાભિમાન મોટું છે.
- નાનો તોય રાઈનો દાણો- નાની વસ્તુ પણ શક્તિશાળી હોય શકે છે.
- ઘર વેચીને તીરથ કરવું- પોતાનું નુકસાન સહન કરવું.
ગુજરાતી કહેવત અને તેના અર્થ (Gujarati Kahevat With Meaning)
- ઘરડાં ગાડા વાળે- અનુભવી જ ઉપાય બતાવે.
- મન હોય તો માળવે જવાય- મસન મક્કમ હોય તો કોઈ પણ કામ કરી શકાય.
- કુંભાર કરતાં ગધેડા ડાહ્યા- માલિક કરતાં તેના નોકરો વધુ ડહાપણ દેખાડે.
- સૂતો સાપ જગાડવો નહી- સામે થી મુશ્કેલી ને આમંત્રણ ના અપાય.
- ધૂળમાંથી ધાન પેદા કરવું- કોઈ વસ્તુ નું શૂન્યમાંથી સર્જન કરવું
- નાણા વગરનો નાથિયો ને નાણે નાથાલાલ- માણસની કિંમત તેની આર્થિક સ્થિતિ ઉપરથી આંકવામાં આવે છે.
- તમાશાને તેડુ ન હોય- ઝઘડો થાય ત્યાં માણસ ભેગું થતાં વાર ન લાગે.
- માથા કરતાં પાઘડી મોટી– શક્તિ ન હોવા છતા મોટી જવાબદારી ઊઠાવવી.
- ઘરના ભુવા ઘરના ડાકલા- કોઈ પણ વસ્તુ માં બધા પોતાના વ્યક્તિ.
- ઠોઠ નિશાળિયાને વતરણાં ઝાઝા– ભણવું ન હોય તે વેન વધારે કરે
- વાડ વિના વેલો ના ચડે- આધાર વિના પ્રગતિ ના થાય.
- ચિતા ચિંતા સમાન- ચિંતા માણસને જીવતા બાળે છે
- રાજા ને ગમી તે રાણી- જેને જે પસંદ આવે તે, તેમાં અન્ય વ્યક્તિ ના અભિપ્રાય નું શું કામ.
- ઓછું પાત્રને અદકું ભણ્યો- જ્ઞાન ઓછું હોય પણ ડોળ વધારે કરે.
- ખાલી ચણો વાગે ઘણો- અધૂરા જ્ઞાનવાળો વધુ બડાશ મારે.
- કીડીને કણ અને હાથીને મણ- જેટલી જેની જરૂરત તે પ્રમાણે તેને મળવું જોઈએ.
- સુથારનું મન બાવળિયે- દરેક વ્યક્તિને તેના ધંધા પ્રમાણે સ્વાર્થમાં નજર હોય.
- ધરમની ગાયના દાંત ના જોવાય- મફત મળેલી વસ્તુના દોષ ન જોવા.
- ગરજે ગધેડાને બાપ કહેવો- ગરજમાં પાત્રતા જોવામાં આવતી નથી.
- ઝાઝી કીડીઓ સાપને તાણે- આઓછા બળવાન પણ વધારે સંખ્યામાં હોય તો બળવાનને પણ હંફાવે
- કાશીએ કાગડા કાળા- બધે એક સરખી પરિસ્થિતિ હોવી.
- પહેલો સગો પાડોશી- મુશ્કેલીમાં પાડોશી જ કામ આવે.
- રંકને ઘેર રતન- ગરીબ મા બાપના ઘરે તેજસ્વી સંતાન.
- કાચના ઘરમાં રહીને પથ્થર ન ફેંકાય- દોષિત માણસ બીજાના દોષ ન કાઢી શકે.
- ડાંગે માર્યા પાણી જુદા ન પડે- સાથે રહેતા હોય તે જલદી જુદા ન થઈ શકે
- કોટમાં માળા અને હેયે લાળા- બહારનું અને અંદરનું વર્તન જુદું હોવું.
- મનમાં પરણ્યા ને મનમાં રાંડ્યા- પોતાના સુખ દુઃખની બીજાને ખબર ન હોવી.
- દીકરી અને ગાય દોરે ત્યાં જાય- દીકરી અને ગાયને બીજાની ઈચ્છા મુજબ જ વર્તવાનું હોય છે
- પાપડી ભેગી ઈયળ બફાય- ખરાબ માણસ સાથે સારાને પણ નુકસાન થાય
- સંઘર્યા સાપ પણ કામ આવે- નકામી વસ્તુ પણ ક્યારેક કામમાં આવી જાય.
- સોનાં કરતાં ઘડામણ મોઘું- વસ્તુ કરતાં તેની પાછળ થનાર ખર્ચ વધુ.
- એક પગ દૂધમાં ને એક પગ દહીમાં- બેઉ બાજુનો લાભ મેળવવા પ્રયત્ન કરવો.
- જાગ્યા ત્યારથી સવાર- નવા અનુભવથી નવી જિંદગી શરૂ કરવી.
- દૂઝણી ગાયની લાત પણ સારી- ફાયદો કરાવનાર વ્યકતિના દોષ પણ સહી લેવા.
- હાથી જીવે ત્યારે લાખનો, મારે તો સવા લાખનો- વ્યક્તિની કિંમત જીવતા થતી નથી, મર્યા પછી થાય છે.
- લખ્યા લેખ મટે નહી- નસીબમાં હોય તેજ થાય.
- અધૂરો ઘડો વધુ છલકાય- અપૂર્ણ માણસ વધુ ડંફાશ મારે
- બાવાના બેઉ બગડ્યાં- સાચી ધર્મભાવના વગરના ગુરુ હોય તો તે સંસાર સુખ તથા આધ્યાત્મિક સિદ્ધિ બંને ગુમાવે એટલે બંને તરફથી તેને લાભ ગુમાવવો પડે.
ફોટા સાથે ગુજરાતી કહેવત (Gujarati Kahevat With Pictures)
- નાદાનની દોસ્તીને જાનનું જોખમ- મૂર્ખ મિત્રની દોસ્તી નુકસાન કરે.
- છીંડે ચડ્યો તે ચોર- ચોરીની જગ્યાએ પકડાયો તે ચોર.
- ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદર- મહેનત ઘણી કરી પણ પરિણામ શૂન્ય.
- મારું મારું વા વા ને બાકીનું બધું છી છી- પોતાનું બધું સારું અને પારકાનું બધુ ખરાબ.
- કરણી તેવી ભરણી- જેવાં કર્મો તેવા પરિણામ.
- દીવો લઇને કૂવામાં પડવું- જાણી જોઈને આફતમાં મુકાવું.
- ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં- સારા નરસાનો કોઈ ભેદ નહિ એવી વિચિત્ર સ્થિતિ.
- બાર ગાઉએ બોલી બદલાય- અમુક અંતરે ભાષા બદલાય છે.
- પહેલું સુખ તે જાતે નર્યા- તંદુરસ્તી એ જ દુનિયાનું મોટું સુખ છે.
- એક પંથને દો કાજ- એક ધક્કામાં બે કામ થાય.
- જાગતાની પાડી ને ઊંઘતાનો પાડો- સાવધાન રહેનાર સુખી થાય.
- ભીખનાં હાલ્લાં શીકે ન ચડે- ભીખ માંગે શ્રીમંત ન થવાય
- ન મામા કરતાં કાણો મામો સારો- કરશું જ ન હોય તેના કરતાં થોડું હોય તે પણ સારું
- વાંઝણી બાઈ પ્રસૂતિની પીડા શું જાણે?- જેને અનુભવ નથી તેને પરિસ્થિતિનો ખ્યાલ ન આવે.
- ચકલી નાની ને કેડકો મોટો- ગજા ઉપરાંતની વાત કરવી.
- ઝાઝી સુયાણી વેતર વંઠે- બહુ લોકોથી કામ બગડે.
- દૂધનો દાઝયો છાશ એય ફૂંકીને પીએ- એક ખરાબ અનુભવ માણસને વધુ સાવધાન બનાવે છે.
- કોઈની ટોપી કોઈના માથે- જવાબદારી બીજાને સોપવી.
- અધૂરો ઘડો છલકાય ઘણો- જેની પાસે ઓછું હોય તે વધારે દેખાડવાનો પ્રયત્ન કરે.
- લૂંટવા તો રાજાને- સામાન્ય માણસને હેરાન ન કરવો
- કાગડાને કોટે રતન- અયોગ્ય પાત્રને સારી વસ્તુ મળવી.
- સંપ ત્યાં જંપ- સંપ હોય તો સુખી થવાય.
- પાકે ઘડે કાંઠા ન ચઢે- મોટી ઉંમરે કોઈ વસ્તુ ના શીખી શકાય.
- ગરજ સરીને વેદ વેરી- સ્વાર્થ પૂરો એટલે સંબંધ પૂરો.
- ઊઘ ન જુએ સાથરો, ભૂખ ન જૂએ ભાખરો- ઊઘ આવી હોય ત્યારે પાથરણું પણ ભૂલી જવાય, ભૂખ લાગી હોય ત્યારે સૂકો રોટલો પણ મીઠો લાગે.
- ગાયને દોહી કૂતરીને પાવું- મહેનત વ્યર્થ જવી.
- બાઈરા ની બુદ્ધિ પગની પાનીએ- સ્રીઓ મોટે ભાગે પાછળથી વિચારતી હોય છે એવી લોકવાયકા છે.
- રામ રાખે તેને કોણ ચાખે- પ્રભુ સાચવે તેને કોઈ મારી ન શકે.
- આંગળીથી નખ વેગળા તે વેગળા- દૂરના માણસો દૂર જ રહેવાના.
- ભલું થયું ભાંગી જંજાળ- ઉપાધિમાંથી છૂટ્યા તે સારું થયું.
- ઉતાવળે આંબા ન પાકે– ધીરજથી કામ સારું થાય.
- કાળા અક્ષર ભેસ બરાબર- અભણ કે અજ્ઞાની હીવું.
- માગ્યા મેંહ વરસે નહીં- આપણી ઈચ્છા પ્રમાણેનું કામ થાય નહી.
- અકર્મીનો પડિયો કાણો- કમનસીબ વ્યક્તિના ભાગમાં વધારે દુઃખ હોવું.
- ભરોસાની ભેસ પાડો જણે- વિશ્વાસુ માણસ જ છેતરે.
- માનો તો દેવ નહીતર પથરા- ભક્તિ એ શ્રદ્ધાનો વિષય છે.
- છછુંદરની છયે સરખાં- કોઈમાં વિશેષ ગુણ નહીં.
- જેવો દેશ તેવો વેશ- જ્યાં રહીએ ત્યાની જેવી રહેણી કેહણી.
- ગંજીનો ફૂતરો ખાય નહિ અને ખાવા દેય નહિ- અદેખો સ્વભાવ.
- રાત થોડીને વેશ ઝાઝા- સમય થોડો ને કામ વધારે.
- ધરમના કામમાં ઢીલ નહી- સારા કામમાં વિલંબ કરવો નહી.
- ખુશામત તો ખુદાને પણ પ્યારી છે- વખાણ સૌને ગમે.
- આગળ ઉલાળ પાછળ ધરાળ- કોઈ સાથે કંઈ લેવાદેવા નહીં
- બિલાડીના કૂદકે શીકુ ના તૂટે- આપણી આશાએ કામ ના થાય
- ગરજ ગાંઠે ને વિધા પાઠે- પૈસા પાસે અને વિધા મોઢે જોઈએ
- શેઠ પ્રતિ શાઠ્ય- જેવા સાથે તેવા
- બાઈ બાઈ ચારણી- પોતાની જવાબદારી બીજાને આપી જવાબદારીમાંથી છૂટી જવું.
- નાચવું નહીને કહે તારું આંગણું વાંકું- કરામ ન કરવું હોય એટલે બહાનાં બતાવવાં.
- લિયે લાલો ને ભરે હરદા- વાંક કોઈનો ને શિક્ષા બીજાને થાય.
- સોમણ તેલે અંધારા- પ્રયત્નો હોવા છતાં નિષ્ફળતા મળવી.
- ભાવતું હતું ને વેધે કહ્યું- પોતાને પસંદ હોય અને હિતેચ્છુ પણ એ જ સૂચવે.
- ઊજ્જડ ખેડે બાજ્યું ઢોલ- દંભી ગુરુના વચન ઢોલ જેવાં પોલાં હોય છે.
- આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય- જાતે કામ કર્યા વિના સારું કામ થવાની આશા ન રખાય.
- ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી- થોડોક મેળવવા જતા મોટું નુકસાન વેઠવું.
- બોડી બામણીનું ખેતર- માલિકના અધિકાર વગરનું ક્ષેત્ર.
- આખુ કોળું શાકમાં- મુખ્ય વાત જ વિસરાઈ ગઈ.
- સૂંઠના ગાંગડે ગાંધી- નાની એવી વસ્તુ થી મોટું નામ કમાવવું.
- અણી ચૂક્યો સો વરસ જીવે- એક વાર બચી જનારની જીવાદોરી લંબાય.
- ઉજ્જડ ગામમાં વાગે ઢોલ- નિર્જન ગામમાં જાહેરાત કરવાનો કોઈ અર્થ રહેતો નથી.
- ભલાની દુનિયા નથી- ભલા માણસને બહુ દુઃખ આવે.
- ખાળેડ્ચો ને દરવાજા મોકળા- નાની વસ્તુની ચિંતા કરે ને મોટું નુકસાન સહન કરે.
- વાડ સાંભળે વાડનો કાંટો ય સાંભળે- ગુપ્ત વાત કોઈ જાણી જાય.
- છાસમાં માખણ જાયને વહુ ફુવડ કહેવાય- નુકસાન થાય અને મૂખ ગણાય.
- રાંડી પુત્તર શાહજાદા- વિધવાના છોકરાં સ્વચ્છંદી થઈ જાય.
- તેલ જોવું ને તેલની ધાર જોવી- ક્રોઈપણ કાર્ય ખૂબ સમજી વિચારીને કરવું.
- ગોળ નાખે તેટલું ગળ્યું થાય- જેટલો સહકાર આપો તેટલો સહકાર મળે.
- ગરીબની વહુ સૌની ભાભી- નબળા તરફ સૌ કુદષ્ટિ કરે.
- અક્કર્મીનો પડિયો કાણો- કમનસીબને દુઃખ જ મળે.
- કજિયાનું મો કાળું- ઝઘડાનું પરિણામ ખરાબ જ આવે.
- ઘરનાં છોકરાં ઘંટી ચાટે- ઘરમાં તકલીફ હોય અને અન્યને મદદ કરે તે.
- બાઈ બાઈ ચારણી- જવાબદારી બીજાને સોપવી.
- સાચને નહી આંચ- સત્યનો હંમેશા વિજય થાય છે.
- સાપ ગયાને લિસોટા રહી ગયા- મૂળ વસ્તુ ગઈ માત્ર નિશાની જ રહી ગઈ.
- વાવે તેવું લણે- જેવું કાર્ય કરે તેવું કળ મળે.
- તીર નહી તો તુક્કો- ક્રામ થાય તો ઠીક છે.
- દીવા પાછળ અંધારું- સારા માણસની પાછળ સારા માણસ તેયાર થતાં નથી.
- દુઃખનું ઓસડ દહાડા- ગમે તેવું દુઃખ દિવસો થતાં વિસરી જાય છે.
- વહુ અને વરસાદને જશ નહીં- લોકો ગમે તેમ બોલ્યા કરે.
- ખોધો ડુંગર ને નીકળ્યો ઉંદર- ખૂબ મહેનત પછી પરિણામ શૂન્ય આવે.
- ન રહે વાંસ ન વાગે વાંસળી- નતામોનિશાન મીટાવી દેવું.
- દેશ તેવો ભેસ- સ્થળ પ્રમાણે વર્તન કરવું.
- સુથારનું ચિત્ત બાવળિયે- માણસને ગમતી વાતમાં વધુ રસ પડે.
- વિનાશ કાળે વિપરિત બુદ્ધિ- અંત આવે ત્યારે બુદ્ધિ બગડે.
- દૂબળું ઢોર કસકીએ રાજી- ગરીબ માણસ થોડામાં સુખી.
- લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મો ધોવા ન જવાય- મળેલી તકને ચૂકાય નહી.
- પાપનો ઘડો ફૂટ્યા વગર ન રહે- પાપ તો જાહેર થાય જ.
- ગાજ્યા મેઘ વરસે નહિ- જેટલું બોલે તે પ્રમાણે કરે નહી.
- જાગ્યા ત્યારથી સવાર- દોષ દેખાય ત્યાંથી નવી શરૂવાત કરવી.
- જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી- રાજા જ પ્રજાને લૂંટે.
- મંદિર નાનું ને ભગતડાં ઘણા- જગ્યા થોડીક અને તેનો ઉપયોગ કરનારા ઘણા.
- તેરા તેલ ગયા મેરા ખેલ ગયા- તને નુકસાન થયું ને મારી મુશ્કેલી ગઈ.
- એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખવું- વાતને ધ્યાનમાં ન લેવી.
- આગ લાગે ત્યારે ફૂવો ના ખોદાય- મુશ્કેલીના સમય ઉપાય શોધવા ન બેસાય.
- ડુંગરા દૂરથી રળિયામણા- પરિચય વિનાનું જ સારું લાગે.
- અન્ન તેવો ઓડકાર- જેવું કાર્ય તેવું પરિણામ.
- જશને માથે જૂતિયાં- કદરને બદલે તિરસ્કાર.
- વાર્યા ન વરે તે હાર્યા વરે- કોઈ ઉપાય ન રહે ત્યારે થાકીને પાછા વળે.
- ભણ્યો ભૂલે ને તારો ડૂબે- ક્યારેક સમજુ વ્યક્તિ પણ ભૂલ કરે.
- ભાગ્યશાળીને ભૂત રળે- નસીબદારને બધું જ સરળતાથી મળતું હોય છે.
- દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં- જે માર્ગે પૈસા આવ્યા હોય એ માગેં જ જાય.
- જાત વિના ભાત નપડે- જાતે રસ લીધાં વિના સારુ પરિણામ ન આવે.
- જર ચાહ્યાં સો કર- પૈસાથી બધું જ થાય.
- કરવા ગયા કંસાર થઈ ગઈ થૂલી- સારું કામ કરવા જતાં કામ વધુ બગડી જવું.
- લીલા વનના સૂડા ઘણા- લાભ હોય ત્યાં ઘણા માણસો દોડી આવે.
- ખાડો ખોદે તે પડે- બીજાને હાનિ કરનાર ખુદ નુકસાનમાં ઊતરે છે.
Gujarati Kahevat For Mother
- મા તે મા બીજા બધા વગડાના વા- મા ની સરખામણીએ કોઈ જ ન આવે.
- પારકી માં જ કાન વીધે- અપરિચિત વ્યક્તિ જ માણસને સાચો અનુભવ કરાવે.
- માગ્યા વિના માં પણ ન પીરસે- કહ્યા વિના કોઈ આપે નહીં.
લોભ કહેવતો
- અતિ લોભ પાપનું મૂળ- જીવન માં બહુ લોભ સારો નહી.
- લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે- અતિશય લોભમાં લોકો છેતરાઈ જાય.
- લોભિયા ના ધન ધુતારા ખાય- અતિ લોભ ધરાવતો વ્યક્તિ વધુ છેતરાય.
Also Read- 700+ વિરુદ્ધાર્થી શબ્દ (Gujarati Virudharthi Shabd)
ગુજરાતી કહેવત pdf (Gujarati Kahevat Book PDF)
જો તમારે આવીજ મજેદાર કહેવત ના 500 થી વધુ ઉદાહરણ PDF ફાઈલ માં જોઈતા હોય તો નીચે તમને Google Drive Document ની એક લિંક આપવામાં આવી છે. તેની ઉપર ક્લિક કરી અને તમે આ PDF ફાઈલે ને ઓનલાઈન વાંચવા તમારી Google Drive માં Save કરી શકો છો. અથવા જો તમારે આ ડોક્યુમેન્ટ ફાઈલ offline વાંચવી હોય અથવા તમારા ફોન કે કમ્પ્યુટર માં સાચવી રાખવી હોય તો તમે આસાની થી Download કરી શકો છો.
Gujarati Kahevat Puzzle
અહીં તમને આ કહેવતો ના પઝલ તો નથી આપેલા પણ તમે અહીં દર્શાવેલા ઉદારણ દ્વારા તમારા પોતાના પઝલ જાતે બનાવી શકો છો અને એક બીજા ને પૂછી શકો છો. આ ઉદાહરણ થી પઝલ બનાવવા ખુબ સરળ છે, જે કોઈ પણ વ્યક્તિ આસાની થી બનાવી શકે છે.
કહેવત શું છે? અને તેની વ્યાખ્યા
આપણે આપણી રોજની વાતચીત માં પણ આવા વાક્યો બોલતા હોઈએ છીએ, જે સમયે વાળા વ્યક્તિ ને એક દ્રષ્ટાંત રૂપે કહેવામાં આવે છે. આ વાક્યો વર્ષો થી ગુજરાતી ભાષા માં બોલતા આવ્યા છે અને હાલ પણ વ્યાપક પ્રમાણ માં તેનો ઉપીયોગ થઇ રહ્યો છે. ઉપર તમે ઘણી કહેવત જોઈ, જેમાં ઘણા દ્રષ્ટાંતો તમે પેહલે થી સાંભળેલા જ હશે. ભલે કદાચ તેનો અર્થ તમને ખબર નહિ હોય.
વ્યાખ્યા- ગુજરાતી ભાષા માં જે વાક્યો દ્રષ્ટાંત રૂપે વપરાય છે જેને કહેવતો તરીકે ઓળખવામાં આવે છે. ઉપર તમને થોડા ઉદાહરણ આપવામાં આવેલા છે, જેના અર્થ થી તમને વધુ સમજણ પડશે.
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)
કહેવત એટલે શું?
આ એ એક નાનું વાક્ય છે, જેમાં લોકો ને કૈક સલાહ મળે છે અને જે મૂળભૂત સત્ય અથવા વ્યવહારુ ઉપદેશને અન્ય લોકો સુધી પહોંચાડે છે.
“માં તે માં બીજા વગડાના વા” કહેવત નો અર્થ શું થાય?
આનો અર્થ થાય છે કે માં ના પ્રેમ ની સરખામણી માં અન્ય કોઈ વ્યક્તિ ની સરખામણી ના કરી શકાય.
“મોરના ઈંડા ચીતરવા ના પડે” કહેવત નો અર્થ શું થાય?
“મોરના ઈંડા ચીતરવા ના પડે” કહેવત નો અર્થ શું થાય?
અસ્વીકરણ (Disclaimer)
અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
સારાંશ (Summary)
આશા રાખું છું, તમને પોસ્ટ “ગુજરાતી કહેવત (Gujarati Kahevat)” માં ઘણું નવું જાણવા મળ્યું હશે. આવીજ ભણતર લક્ષી માહિતી અને સ્ટડી મટીરીયલ અપડેટ માટે અમારા બ્લોગની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.