ગુજરાતી અંક (Gujarati Numbers)

નમસ્તે મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ Gujarati-English માં સ્વાગત છે. આજની “ગુજરાતી અંક (Gujarati Numbers With Hindi and English Languages)” પોસ્ટ માં આપણે ગુજરાતી આંકડા કે ગુજરાતી નંબર વિષે માહિતી મેળવીશું. આજ હું તમને એક વાત ચોક્કસપણે કહી શકું કે ગુજરાતમાં બધા જ લોકો ને ઇંગલિશ આંકડાઓ વિષે સંપૂર્ણ માહિતી હશે પણ ગુજરાતી આંકડા નો લોકો ઓછો ઉપીયોગ કરતા હશે.

ગુજરાતી એ આપણી માતૃ ભાષા છે, છતાં લોકો અત્યારે ઇંગલિશ ભાષા તરફ વળી રહ્યા છે. તમે ઇંગલિશ ભાષા ને વધુ મહત્વ આપો એ વાતનો કોઈ વાંધો નથી પણ સાથે સાથે આપણી માતૃભાષા ગુજરાતીને ભૂલવી ના જોઈએ. આ આર્ટિકલ માં તમને ગુજરાતી અંકો સાથે સાથે ઇંગલિશ અને હિન્દી અંકો ની પણ માહિતી મળશે. એ વાત મુખ્ય છે કે હાલ ના જીવન માં તમારે ગુજરાતી ની સાથે હિન્દી અને ઇંગલિશ ભાષા શીખવી પણ જરૂરી છે.

આ પણ જરુર વાંચો- ગુજરાતી કક્કો (Kakko in Gujarati)

1 થી 100 ગુજરાતી અંક (1 to 100 Gujarati Numbers With Hindi and English Languages)

અહીં તમને ગુજરાતી ભાષા ના 1 to 100 અંક ની સૂચિ (List) આપેલી છે જે હિન્દી અને અંગ્રેજી ભાષા ના અંક સાથે ની છે. જ્યાં તમને એક સાથે ત્રણ ભાષા ના અંક ની માહિતી મળશે, જો કે અત્યારે અંગ્રેજી ભાષા ના અંક નો ઉપીયોગ ભારત માં વધુ કરવામાં આવે છે.

પ્રથમ લાઈન માં નીચે દેખાતા બધા આકડાઓ ગુજરાતી ભાષા ના છે. ગુજરાતી ભાષા એ દેવનાગરી લિપિ માંથી બનેલી ભાષા છે અને ગુજરાત રાજ્ય માં આ ભાષા સૌથી વધુ ઉપીયોગ માં લેવાતી ભાષા છે. આ ગુજરાતી સ્ક્રિપ્ટની સંખ્યા સિસ્ટમ છે જેને ભારત માં સત્તાવાર માન્યતા આપવામાં આવેલી છે.

gujarati numbers 1 to 100
Gujarati Numbersગુજરાતીમાં ઉચ્ચારણHindi NumberEnglish Number
શૂન્ય (shunya)0
એક (ek)१ 1
બે (be)२ 2
ત્રણ (tran)३ 3
ચાર (char)४ 4
પાંચ (panch)५ 5
છ (chha)६ 6
સાત (sat)७ 7
આઠ (aath)८ 8
નવ (nav)९ 9
૧૦દસ (das)१० 10
૧૧અગિયાર (aagiyar)११ 11
૧૨બાર (bar)१२ 12
૧૩તેર (ter)१३ 13
૧૪ચૌદ (chaud)१४ 14
૧૫પંદર (pandar)१५ 15
૧૬સોળ (soļ)१६ 16
૧૭સત્તર (sattar)१७ 17
૧૮અઢાર (adhar)१८ 18
૧૯ઓગણિસ (ognis)१९ 19
૨૦ વીસ (vis)२० 20
૨૧એકવીસ (ekvis)२१ 21
૨૨બાવીસ (bavis)२२ 22
૨૩તેવીસ (trevis)२३23
૨૪ચોવીસ (chovis)२४ 24
૨૫પચ્ચીસ (pachhis)२५ 25
૨૬છવીસ (chhavis)२६ 26
૨૭સત્તાવીસ (satyavis)२७ 27
૨૮અઠ્ઠાવીસ (athyavis)२८ 28
૨૯ઓગણત્રીસ (ogantris)२९ 29
૩૦ત્રીસ (tris)३० 30
૩૧એકત્રીસ (ekatris)३१ 31
૩૨બત્રીસ (batris)३२ 32
૩૩તેત્રીસ (tetris)३३ 33
૩૪ચોત્રીસ (chotris)३४ 34
૩૫પાંત્રીસ (patris)३५ 35
૩૬છત્રીસ (chhatris)३६ 36
૩૭સડત્રીસ (sadatris)३७ 37
૩૮અડત્રીસ (adatris)३८ 38
૩૯ઓગણચાલીસ (ogaṇachalis)३९ 39
૪૦ચાલીસ (chalis)४० 40
૪૧એકતાલીસ (ektalis)४१ 41
૪૨બેતાલીસ (betalis)४२ 42
૪૩ત્રેતાલીસ (tetalis)४३ 43
૪૪ચુંમાલીસ (chumalis)४४ 44
૪૫પિસ્તાલીસ (pistalis)४५ 45
૪૬છેતાલીસ (chhetalis)४६ 46
૪૭સુડતાલીસ (sudtalis)४७ 47
૪૮અડતાલીસ (adtalis)४८ 48
૪૯ઓગણપચાસ (ognapachhas)४९ 49
૫૦પચાસ (pachhas)५० 50
૫૧એકાવન (ekavan)५१ 51
૫૨બાવન (bavan)५२ 52
૫૩ત્રેપન (trepan)५३ 53
૫૪ચોપન (chopan)५४ 54
૫૫પંચાવન (panchavan)५५ 55
૫૬છપ્પન (chhappan)५६ 56
૫૭સત્તાવન (sattavan)५७ 57
૫૮અઠ્ઠાવન (athhavan)५८ 58
૫૯ઓગણસાઠ (ogansaith)५९ 59
૬૦સાઈઠ (saith)६० 60
૬૧એકસઠ (ekasath)६१ 61
૬૨બાસઠ (basath)६२ 62
૬૩ત્રેસઠ (tresath)६३ 63
૬૪ચોસઠ (chosath)६४ 64
૬૫પાંસઠ (pasath)६५ 65
૬૬છાસઠ (chhasath)६६ 66
૬૭સડસઠ (sadsath)६७ 67
૬૮અડસઠ (adsath)६८ 68
૬૯અગણોસિત્તેર (agnositer)६९ 69
૭૦સિત્તેર (sitter)७० 70
૭૧એકોતેર (ekoter)७१ 71
૭૨બોતેર (boter)७२ 72
૭૩તોતેર (toter)७३ 73
૭૪ચુમોતેર (chumoter)७४ 74
૭૫પંચોતેર (panchoter)७५ 75
૭૬છોતેર (chhoter)७६ 76
૭૭સિત્યોતેર (sityoter)७७ 77
૭૮ઇઠ્યોતેર (ithyoter)७८ 78
૭૯ઓગણાએંસી (oganesi)७९ 79
૮૦એંસી (ensi)८० 80
૮૧એક્યાસી (ekyasi)८१ 81
૮૨બ્યાસી (byasi)८२ 82
૮૩ત્યાસી (tyasi)८३ 83
૮૪ચોર્યાસી (choryasi)८४ 84
૮૫પંચાસી (panchasi)८५ 85
૮૬છ્યાસી (chhyasi)८६ 86
૮૭સિત્યાસી (sityasi)८७ 87
૮૮ઈઠ્યાસી (ithyasi)८८ 88
૮૯નેવ્યાસી (nevyasi)८९ 89
૯૦નેવું (nevu)९० 90
૯૧એકાણું (ekanu)९१ 91
૯૨બાણું (baanu)९२ 92
૯૩ત્રાણું (tranu)९३ 93
૯૪ચોરાણું (choranu)९४ 94
૯૫પંચાણું (panchanu)९५ 95
૯૬છન્નું (chhannu)९६ 96
૯૭સત્તાણું (sattanu)९७ 97
૯૮અઠ્ઠાણું (athhanu)९८ 98
૯૯નવ્વાણું (navvanu)९९ 99
૧૦૦સો (so)१०० 100

Gujarati Numbers 100 to 1,000 (ગુજરાતી અંક 100 થી 1000)

ગુજરાતી માં 100 પછી 101 ને એક્સોએક એવી રીતે લખાય છે, જેની પછી ના બધા અંક માં એક સંખ્યા નો ઉમેરો થતો હોય છે. સામાન્ય રીતે બોલવા જઈએ તો તમે સૌ(100), બસો(200), ત્રણસો(300), ચારસો(400) એવી રીતે બોલી શકો છો. નીચે તમને સૌ (100) થી હજાર (1,000) સુધી ની સંખ્યા નું એક લિસ્ટ આપવામાં આવ્યું છે.

gujarati numbers 100 to 1000
gujarati numbers 100 to 1000
Gujarati Numbersગુજરાતીમાં ઉચ્ચારણHindi NumbersEnglish Numbers
૧૦૦સૌ (So)१००100 (Hundred)
૧૦ એક્સો એક (Ekso ek)१०१101 (One hundred and one)
૨૦૦ બસો (Baso)२००200 (Two hundred)
૨૦બસો એક (Baso ek)२०१201 (Two hundred and one)
૩૦૦ત્રણસો (Transo)३००300 (Three hundred)
૩૦ત્રણસો એક (Transo Ek)३०१301 (Three hundred and )
૪૦૦ચારસો (Charso)४००400 (Four hundred)
૪૦ચારસો એક (Charso Ek)४०१401 (Four hundred and one)
૫૦૦પાંચસો (Panchso)५००500 (Five hundred)
૫૦પાંચસો એક (Panchso Ek)५०१501 (Five hundred and one)
૬૦૦છસ્સો (Chasso)६००600 (Six hundred)
૬૦છસ્સો એક (Chasso ek)६०१601 (Six hundred and one)
૭૦૦સાતસો (Satso)७००700 (Seven hundred)
૭૦સાતસો એક (Satso Ek)७०१701 (Seven hundred and one)
૮૦૦આઠસો (Aathso)८००800 (Eight hundred)
૮૦આઠસો એક (Aathso Ek)८०१801 (Eight hundred and one)
૯૦૦નવસો (Navso)९००900 (Nine hundred)
૯૦નવસો એક (Navso ek)९०१901 (Nine hundred and one)
૯૦૧,૦૦૦ હજાર (hajar)१,०००1,000 (Thousand)
૧,૦૦એક હજારએક (Ekhajar Ek)१,००१1,001 (One Thousand and One)

Gujarati Numbers 1,000 to 10,000 (ગુજરાતી અંક 1000 થી 10000)

જો તમારે એક હજાર થી દસ હજાર સુધી ની ગુજરાતી સંખ્યા ને કઈ રીતે ઉચ્ચારણ કરીએ તેની વિષે વાત કરીએ તો નીચે તમને ઉપીયોગી માહિતી આપવામાં આવી છે. સાથે સાથે તમને હિન્દી અને ઇંગલિશ ભાષા ના અંક પણ સામે જ જોવા મળી જશે. અહીં એક સાથે તમે ત્રણ ભાષા ના અંક શીખી શકો છો.

gujarati numbers 1000 to 10000
gujarati numbers 1000 to 10000
Numbers In Gujaratiગુજરાતીમાં ઉચ્ચારણNumbers In HindiNumbers In English
૧,૦૦૦હજાર (hajar)१,०००1,000 (One thousand)
,૦૦૦બે હજાર (Be hajar)२,०००2,000 (Two thousand)
,૦૦૦ત્રણ હજાર (Tran hajar)३,०००3,000 (Three thousand)
,૦૦૦ચાર હજાર (Chhar hajar)४,०००4,000 (Four thousand)
,૦૦૦પાંચ હજાર (Panch hajar)५,०००5,000 (Five thousand)
,૦૦૦છ હજાર (Chha hajar)६,०००6,000 (Six thousand)
,૦૦૦સાત હજાર (Saat hajar)७,०००7,000 (Seven thousand)
,૦૦૦આઠ હજાર (Aath hajar)८,०००8,000 (Eight thousand)
,૦૦૦નવ હજાર (Nav hajar)९,०००9,000 (Nine thousand)
,૦૦૦દસ હજાર (Das hajar)१०,०००10,000 (Ten thousand)

Other Useful Gujarati Numbers (અન્ય ઉપીયોગી ગુજરાતી અંક)

Gujarati Numbersગુજરાતીમાં ઉચ્ચારણHindi NumberEnglish Number
૧,૦૦૦હજાર (hajar)१,०००1,000
,૦૦૦દસ હજાર (Das hajar)१०,०००10,000
૧,૦૦,૦૦૦લાખ (Lakh)१०,००,००1,00,000
૧૦,૦૦,૦૦૦દસ લાખ / એક મિલિયન (Das lakh)१,०००,०००10,00,000
૧,૦૦,૦૦,૦૦૦કરોડ (Karod)१,००,००,०००1,00,00,000
૧,૦૦૦,૦૦,૦૦૦એક અબજ / એક બિલિયન (Ek aabaj)१,०००,०००,०००1,000,000,000

ઉપરની બધી સંખ્યા વિષે તમે માહિતી મેળવી, હવે તમે પોતાની રીતે કોઈ પણ સંખ્યા લખી શકવા સક્ષમ હશો અને તેનું સાચું ઉચ્ચારણ પણ કરી શકશો. બધા વિદ્યાર્થીમિત્રો ને રોજ આ સંખ્યા શીખવાની પ્રેક્ટિસ કરવાની છે, જેથી તમે ગણિતમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકો.

Gujarati Numbers PDF

જો તમારે આ આર્ટિકલ ની સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો તમે અમને ઈમેઈલ કરી શકો છો, જેથી અમે અહીં તમારા માટે PDF ફાઈલ અપલોડ કરી આપીશું. અથવા જો તમે Google Chrome બ્રાઉઝર નો ઉપીયોગ કરતા હોઈ તો તમે જાતે જ આ પોસ્ટ ને આસાનીથી PDF માં કન્વર્ટ કરી શકો છો.

FAQ

ગુજરાતી અંક શીખવા કેમ જરૂરી છે?

સૌ પ્રથમ અંક સીખવાથી તમે કોઈ પણ સંખ્યા લખી શકવા સક્ષમ બનશો અને ત્યાર બાદ તમે કોઈ પણ ગણતરી આસાનીથી કરી શકશો. એટલા માટે એકડા ને પાયો ગણવામાં આવે છે અને બાળકો ને સૌ પ્રથમ સીખવડવામાં આવે છે.

ધોરણ 1 થી 3 માટે કેટલા અંકો શીખવા જરૂરી છે?

મને લાગે છે ત્યાં સુધી આ ધોરણ માટે તમારે 1 થી 100 અંકો શીખવા જરૂરી બની જાય છે. ત્યાર બાદ તમે સરવાળા અને બાદબાકી આસાની થી કરી શકો છો. 1 થી 10 એકડા શીખ્યા પછી ફક્ત તમારે એક ક્રમ યાદ રાખવાની જરૂર છે, જેથી તમે કોઈ પણ સંખ્યા આસાનીથી લખી શકશો, ભલે તો કરોડ હોય.

How to type Gujarati numbers in computer?

To do that thing, you have to install Gujarati Fonts into your windows or MAC computer to type any Gujarati alphabets or numerical. You should use Gujarati Saral or Shruti font, which is free to use.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

સારાંશ (Summary)

આશા રાખું છું તમને “ગુજરાતી અંક (Gujarati Numbers With Hindi and English Languages)” આર્ટિકલમાં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કૉમેંન્ટ કરી ને જણાવી શકો છો. આવીજ ભણતર વિશેની અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment