201+ ગુજરાતી તળપદા શબ્દો (Gujarati Talpada Shabdo)

નમસ્તે મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ www.learn.gujarati-english.com માં સ્વાગત છે. આજની આ “ગુજરાતી તળપદા શબ્દો (Gujarati Talpada Shabdo)” પોસ્ટ માં આપણે ગુજરાતી વ્યાકરણ સબંધિત એક મહત્વપૂર્ણ વિષય જોવાના છીએ, જે તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપીયોગી સાબિત થશે.

જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તમે કોઈ પણ ધોરણ માં અભ્યાસ કરી રહ્યા છો, તો આવા શબ્દો તમારા માટે વધુ ઉપયોગી બની શકે છે. અહીં અમે તમને 200 થી વધુ ઉદાહરણ શબ્દો અને તેના અર્થ આપવામાં આવ્યા છે, જે આજે તમામ વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વપૂર્ણ છે.

Also Read- 500+ શબ્દ સમૂહ માટે એક શબ્દ (Shabd Samuh Mate Ek Shabd)

ગુજરાતી તળપદા શબ્દો (Gujarati Talpada Shabdo)

આ એવા શબ્દો જે જેને ગુજરાતી ભાષાના અશુદ્ધ શબ્દો કહી શકાય છે. કારણકે સ્થાનિક લોકો ની બોલી માં આ શબ્દો નું બંધારણ થોડું બદલાઈ ગયું છે, પણ અર્થ તેનો એક સમાન છે. આવા શબ્દો આપણે આપણા રોજિંદા જીવનમાં પણ ઉપીયોગ કરતા હોઈએ છીએ અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પુછાતા હોય છે.

 • વિપદ – વિપત્તિ
 • દોથો – ખોબો
 • વાવડો – વાચારો
 • વરતવું – ઓળખવું
 • પુનઈ – પુણ્ય
 • ગોજ – પાપ
 • બેરી – પત્ની
 • ખમવું – સહન કરવું
 • નિહાકો – નિસાસો
 • ભોગાવો – ખાડો
 • ખૂંદવું – કચરવું
 • ભગતિ – ભક્તિ
 • ભાળે – જુએ
 • વાંઢો – કુવારો
 • આળ – આરોપ
 • લગન – લગની
 • ગવન – સાલ્લો
 • અતારે – અત્યારે
Gujarati Talpada Shabdo ગુજરાતી તળપદા શબ્દો 1
 • લાધવું – પ્રાત થવું
 • જૂતી – ખાસડું
 • ઊની – ગરમ
 • છણુંવણું – છિજ્ઞભિન્ઞ
 • છાનું – ગુપ્ત
 • ગા – ગાય
 • હાલરું – ટોળું
 • મેળે – જાતે
 • ચલેશ – ચાલે છે
 • બૂઢો – વૃદ્ધ
 • મુલક – પ્રદેશ
 • આબોકાર – આવકાર
 • ભળકડે – સવારે
 • મ્હારા – મારા
 • ખાસ્સા – પુષ્કળ
 • ખટ -ષટ્‌
 • પેઠે – જેમ
 • પ્રાગડ – સવાર
 • તેહ- તે
 • પિયારું – પારકું
 • મેલ્યાં – મૂક્યાં
 • વાલેશરી – ચાહક
 • અરધપરધા – અર્ધું
 • ફાંટ -ખોબો
 • ઓચ્છવ – ઉત્સવ
 • ઠારવું – તૃપ્ત કરવું
 • કોક – કોઈક
 • ચાગાચૂંગું – બેવકૂફ
 • ઓતર – ઉત્તર
 • હાપ – સાપ
 • આગલું – આગળનું
 • પછવાડે – પાછળ
 • વેણ – શબ્દ
 • રૂંવે – રૂવાડે
 • નોધારી – નિરાધાર
 • અતિશે – આંતિશય
 • ભો – ભય
 • કમકમા – ધ્રુજારી
 • હેડો – ચાલો
 • ભણી – તરફ
 • ભાય – ભાઈ
 • પરમાણ – પ્રમાણ
 • ગટકૂડું – નાની માટલી
 • ડોળી – ફળ
 • ફોડ – સ્પષ્ટતા
 • માળું – વહાલમાં (માળું બેટું) નામ
 • પોક – બૂમ
 • સંકલપ – સંકલ્પ
 • જાતરા – જાત્રા
 • નયણું – નેન
 • ખલેલ – અડચણ, હરકત
 • જનમી – જન્મી
 • મોખ – અનુકૂળતા
 • પાંગળું – પંગુ
 • છાક – નશો
 • રાસ – મેળ
 • વારી – ક્રમ, વારો
 • સરગ – સ્વર્ગ
 • ભોંય – તળિયું
 • પોર – પ્રહર
 • ગલઢેરાં – ઘરડાં
 • વરહ – વર્ષ
 • સાખે – સાક્ષીએ
 • લાંક – મરોડ
 • ચાંદો – ચંદ્ર
 • કુણ – કોણ
 • લૂઢકવું – ગબડવું
 • વખ – વિષ, ઝેર
 • ગરવાઈ – ગોરવ
 • દીઠું – જોયું
Gujarati Talpada Shabdo ગુજરાતી તળપદા શબ્દો 2
 • બરડો – પીઠ
 • સમાણું – સરખું
 • મેજબાન – યજમાન
 • તિરમલ – નિમળ
 • અજુગતું – અયોગ્ય
 • અચિરજ – અચરજ
 • રખોપું – રક્ષણ
 • તીરથ – તીર્થ
 • ધૂમ – ધૂમાડો
 • બાઈ- સ્ત્રી
 • ઝાઝા – પુષ્કળ
 • મુડદું – મડદુ, શબ
 • જોગી – યોગી
 • પડતપે – તડકામાં
 • તંઈ – તો પછી
 • અઢેલીને – અડીને
 • ફંદ – જાળ
 • ઠાઠમાઠ – વેભવ
 • ટાઢ – ઠંડી
 • પેઠી – પ્રવેશી
 • ઓળો – છાયા

આ પણ જરૂર વાંચો- 700+ વિરુદ્ધાર્થી શબ્દ (Gujarati Virudharthi Shabd)

તળપદા શબ્દો (Talpada Shabdo in Gujarati For Std 5 to 12)

 • જોસ્સો -જુસ્સો
 • દૂઝવું – ઝરવું
 • આલ – આપ
 • ઝોળી – ઝૂલતી થેલી
 • બચ્ચું – બાળક
 • ધધૂડો – ધોધ
 • સોસરવું – આરપાર
 • કહેય – કહે
 • માહી -માં
 • વેળા – સમય
 • લોદો – લોચો
 • ચેહ – ચિતા
 • ખાબકવું – ત્રાટકવું
 • પોરી – છોકરી
 • ઓરું – નજીક
 • માડું -માણસ
 • વીશવાસ – વિશ્વાસ
 • ગોપીઉં – ગોપીઓ
 • ધન – ધન – ધન્ય ધન્ય
 • માણહ – માણસ
 • મૉર – આગળ
 • કાં – કેમ
 • કને – પાસે
 • ફોરણું – નસકોરું
 • પરે – ઉપરે
 • હેટાણું – ખરીદી
 • પંગત – હાર
 • વડેરાં – મોટેરાં
 • હબ – રીત
 • ભગત – ભક્ત
 • ડોહો – ડોસો
 • છીપવું – સંતોષાવું
 • સંધુય – બધુંય
 • ઔઓંમ – આ રીતે
 • બેત – નેતરની લાકડી
 • બકાલું – શાકભાજી
Gujarati Talpada Shabdo ગુજરાતી તળપદા શબ્દો 3
 • ભેસાબ – ભાઈસાહેબ
 • નવાણ – જળાશય
 • સિકલ – ચહેરો
 • વિકલપ – વિકલ્પ
 • કરમ – કર્મ
 • હિમારી – તમારી
 • મગતરાં – મચ્છર
 • પ્રથમી – પૃથ્વી
 • પરમાણે – પ્રમાણે
 • કાજ – કાર્ય
 • સંતોરો – ઝંઝટ
 • ઓરું – નજીક
 • ઝાંઝરિયા – આભૂષણ
 • પેજ – ઘેશ
 • તેણ – ત્રણ
 • કે વારે ? – ક્યારે
 • છેક – અંત
 • પૂરણ – પૂર્ણ
 • કરડાકી – કટાક્ષ
 • વાંહે -પાછળ
 • રગ – નસ
 • જુક્તિ – યુક્તિ
 • માલેક – માલિક
 • કે’જો – કહેજો
 • વા’લો – વહાલો
 • બાપડા – બિચારા
 • ખોળવું – શોધવું
 • દુદ – મોટું પેટ
 • સમશાન – સ્મશાન
 • મૂરખ – મૂર્ખ
 • ઉતારણ – ઉતારવું
 • પદારથ – પદાર્થ
 • વાસ – વસવાટ
 • શેહ – છાપ, દાબ
 • તાનમાં – ગેલમાં
 • આણીપા – આ બાજુ
 • ચૂધડો – કંજૂસ
 • આપદા – મુશ્કેલી
 • નો રહ – ના રહે
 • કંડતલ – નકામી કૂથલી
 • વાઢવું – કાપવું
 • રવરવતું – ચચરતું
 • હરવર – સ્મરણ
 • નોતરું – આમંત્રણ
 • તિમાણું – લાચાર
 • આસ્તે – ધીરે
 • સાંજુકાં – સાંજે
 • લૂગડાં – કપડાં
 • જગન – યજ્ઞ
 • પાય -પગ
 • આણવું – લાવવું
 • કળજગ – કળિયુગ
 • દરશની – દર્શનની
 • કૂથલી – નિદા
 • અનંભે – નિર્ભય
 • કરિયાં – કર્યા
 • લઠ્ઠટ – લાઠી
 • બહેડો – કાદવકીચડ
 • ફક – તફાવત
 • દહાડા – દિવસ
 • હરખ – હર્ષ
 • આપ’પા – આ બાજુ
 • અધમણ – અધધોમણ
 • કો – કોઈ
 • આવરદા – આયુષ્ય
 • ભળકડે – સવારે
 • બવ – બહુ
 • ચંત્યા – ચિંતા
 • વચનું – વચનો
 • ભાગ – ભાગ્ય
 • દખણ – દક્ષિણ
 • પરાણે – માંડમાંડ
 • દન – દિવસ
 • ભરમાંડ – બ્રહ્માંડ
 • બૂતાં – તાકાત
 • જડાવવું – સજ્જડ
 • વટે – પસાર કરે
 • દાબડો – ડબો
 • ખાટ – હિંડોળાખાટ
 • ક્યમ – કેમ
 • હડફ – એકાએક
 • વેગળો – અલગ
 • નઠારી – અયોગ્ય
 • જેહ – જે
 • તામ સલવટ – કરચલી
 • નેન – નયન
 • બુન – બહેન
 • ધીખું – ધગધગું
 • પા – બાજુ
 • રડું – સારું
 • અડાળી – રકાબી
 • પૂગે – પહોચે
 • એકલડો – એકલો, જાતે જ
 • આઈ-મા
 • વેળા – સમય
 • મોખ – અનુકૂળતા

આ પણ જરૂર વાંચો- ઉપકાર નો વિરોધી શબ્દ (Upkar Virodhi Shabd in Gujarati)

ગુજરાતી તળપદા શબ્દો PDF (Gujarati Talpada Shabdo PDF)

જો તમારે આવીજ મજેદાર તળપદા શબ્દો ના 300 થી વધુ ઉદાહરણ PDF ફાઈલ માં જોઈતા હોય તો નીચે તમને Google Drive Document ની એક લિંક આપવામાં આવી છે. તેની ઉપર ક્લિક કરી અને તમે આ PDF ફાઈલે ને ઓનલાઈન વાંચવા તમારી Google Drive માં Save કરી શકો છો. અથવા જો તમારે આ ડોક્યુમેન્ટ ફાઈલ offline વાંચવી હોય અથવા તમારા ફોન કે કમ્પ્યુટર માં સાચવી રાખવી હોય તો તમે આસાની થી Download કરી શકો છો.

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

નયન નો તળપદો શબ્દ શું છે?

આ શબ્દનો તળપદો ગુજરાતી શબ્દ “નેહ” થાય છે.

તળપદા શબ્દ લગણ નું શિષ્ટરૂપ શું થાય?

આ શબ્દનો શુદ્ધ ગુજરાતી શબ્દ “લગની” થાય છે.

What is talpada shabdo meaning in Hindi?

ये वे शब्द हैं जिन्हें गुजराती भाषा का अशुद्ध शब्द कहा जा सकता है। क्योंकि स्थानीय लोगों की बोली में इन शब्दों की संरचना थोड़ी बदल गई है, लेकिन अर्थ वही है।

What is talpada shabdo meaning in English?

These are the words which can be called impure words of Gujarati language. Because the structure of these words has changed a little in the dialect of the local people, but the meaning is the same.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

સારાંશ (Summary)

આશા રાખું છું તમને પોસ્ટ “તળપદા શબ્દો (Gujarati Talpada Shabdo)” માં ઘણી શબ્દો વિષે ઉપીયોગી માહિતી મળી હશે અને આર્ટિકલ પણ જરૂર ગમ્યો હશે. આવીજ ભણતર રિલેટેડ માહિતી અને અપડેટ પ્રાપ્ત કરવા અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment