ગુજરાતી વ્યાકરણ- Gujarati Vyakaran (Gujarati Grammar)

નમસ્તે મિત્રો, આપનું www.learn.gujarati-english.com બ્લોગ માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે “ગુજરાતી વ્યાકરણ વિષે સંપૂર્ણ માહિતી (All Gujarati Vyakaran or Gujarati Grammar Topics, Information and PDF)” આર્ટિકલ માં આપણે ગુજરાતી ભાષાનો એક ખુબ જ મહત્વપૂર્ણ ટોપિક જોવા જય રહ્યા છીએ. આ માહિતી બધા જ ધોરણ માં અને સરકારી ભરતી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપીયોગી બનશે.

નીચે તમને ગુજરાતી વ્યાકરણ ને લગતી તમામ ઉપયોગી માહિતી મળશે અને કેટલીક PDF ફાઇલો પણ ઉપલબ્ધ હશે, જે તમારા માટે આ ટોપિક ને સમજવામાં ખૂબ જ સરળ બનાવશે. છતાં કોઈ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, અમે ચોક્કસ રિપ્લાય આપીશું.

Also Read- ગુજરાતની નદીઓ વિષે સંપૂર્ણ માહિતી (Rivers of Gujarat, Latest List)

Table of Contents

ગુજરાતી વ્યાકરણ વિષે સંપૂર્ણ માહિતી (All Gujarati Vyakaran or Gujarati Grammar Topics and PDF)

કદાચ તમને ખબર જ હશે કે આ વિષય બધા વિદ્યાર્થીઓ માટે કેટલો ઉપીયોગી છે, પછી ભલે તે કોઈ પણ ધોરણ માં ભણતો હોય. અમે અહીં તમને સરળતા થી સમજાવવાની કોશિશ કરી છે અને એક વાર આ યાદ કરી લેતા તમારે આ ફરી વાર ક્યારેય યાદ કરવાની જરૂર નથી.

અહીં તમે ગુજરાતી વ્યાકરણના રિલેટેડ ઘણા અલગ અલગ અને ઉપીયોગી ટોપિક શોધી શકો છો, સાથે સાથે તમને તે બધા ની PDF ફાઈલ પણ આસાની થી મળી જશે. જે તમે તમારા ફોન માં ઓફલાઈન વાંચવા માટે save કરી શકો છો કે તમારા મિત્રો ને શેર કરી શકો છો.

શબ્દો વિશે માહિતી (Information About Words)

ગુજરાતી કે કોઈ પણ માન્યભાષાને પોતાનું શબ્દભંડોળ હોય છે અને તેનો સંગ્રહ કરતો ગ્રંથ એટલે શબ્દકોશ જેને તમે ડીક્ષનરી તરીકે પણ ઓળખો છો. બધા શબ્દકોશમાં કરોડો શબ્દોના અર્થો આપેલા હોય છે, જે બધા શબ્દ ચોક્ક્સ ક્રમમાં ગોઠવાયેલા હોય છે.

ગુજરાતી ભાષાનો વ્યવસ્થિત અને વિસ્તારપૂર્વકનો સૌપ્રથમ શબ્દકોશ ગાંધીજીના મહત્વપૂર્ણ પ્રયાસોથી 1929 માં ઉપલબ્ધ સાર્થ જોડણીકોશ ના નામે ઓળખાય છે. શબ્દકોશ એ કોઇપણ ભાષાની મૂળ છે અને તેનાથી ભાષાની શબ્દસમૃદ્ધિ જોઈ શકાય છે.

word arengment- gujarati grammar
word arengment- gujarati grammar

શબ્દોની ગોઠવણી (Word Arrangement)

શબ્દકોશમાં શરૂઆતના શબ્દો સ્વરથી સ્વરથી શરૂ થાય છે, જેનો સાચો ક્રમ નીચે તમને દેખાશે.

 • અ, અં, આ,આં, ઇ, ઇં, ઈ, ઈં, ઉ, ઉ, ઊ, ઊં, ત્ર, એ, એં, એં, એ, એં, ઓ, ઓ, ઓં, ઓં, ઔ, ઔ.

ઉપરના સ્વરની ગોઠવણી માં જોશો તો તમને ખ્યાલ આવશે કે અનુસ્વાર વગર આવેલો સ્વર પહેલાં મૂકાય છે. જ્યારે અનુસ્વાર સાથેનો સ્વર તેની પછી આવે છે. શબ્દની શરૂઆતમાં સ્વર આવતો હોય ત્યારે તેને ઉપરના ક્રમમાં ગોઠવામાં આવે છે. નીચે તમને ઉદાહરણ આપવામાં આવેલું છે જેના દ્વારા વધુ સમજ પડશે.

 • આકાશ » આપણું » અક્ષ

સ્વર પછી વ્યજંન શબ્દકોશમાં ગોઠવવામાં આવે છે. વ્યજંનની ગોઠવણી નીચે મુજબ કરવામાં આવે છે.

 • ક-ક્ષ, ખ, ગ, ઘ, ચ, છ, જ-જ્ઞ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત-ત્ર, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ-શ્ર, ષ, સ, હ,

ગુજરાતી ભાષા માં ણ કે ળ વ્યંજનથી શબ્દ નિર્માણ થતું ન હોવાથી શબ્દકોશમાં તેવા શબ્દો જોવા મળતા નથી અથવા તો કોઈક હશે . અહીં ઉપરના વ્યંજન પ્રમાણે શબ્દોની સાચી ગોઠવણી કરવી હોય તો નીચે મુજબ ગોઠવી શકાય જેનું ઉદાહરણ અહીં આપેલું છે.

 • કસોટી » ખટારો » ગણપતિ » ઘર » ચકલી » જહાજ » ઝાડ

કોઈ એક વ્યંજનીથી જ શબ્દ શરૂ થતો હોય ત્યારે ઉપર પ્રમાણે ગોઠવણી થાય છે અને સ્વર પછી જોડાક્ષર આવે છે. જેનો ક્રમ મોટા ભાગે ય,ર,લ,વ પ્રમાણેનો રહે છે. જેમે કે “ક’ વ્યંજનથી શરૂ થતાં શબ્દોની ગોઠવણી કક્કા પ્રમાણે કરીએ તો નીચે પ્રમાણે થશે.

 • ક, કં, કા, કાં, કિ, કિં, કી, કીં, કુ, કું, કૂ, કૂં, કૃ, કે, કેં, કૈ, કેં, કો, કૉ, કોં, કૉ, કૌ, કં, ક્ય, ક્ર, ક્લ, ક્વ, ક્ષ.
 • કસોટી » કાવતરું » કીડી » કુતુરુ વગેરે.

નામ અને સર્વનામના પ્રકાર (Name and Pronoun)

ગુજરાતી વ્યાકરણની પરિભાષામાં જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાનો દર્શાવતો હોય અને વાક્યમાં સામાન્ય રીતે કર્તા કે કર્મની જગ્યાએ આવી શકતો હોય તેને ‘નામ’ કહેવાય છે આને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે.

naam and sarvanam- gujarati vyakaran
naam and sarvanam- gujarati vyakaran
 • રાજેશ, રોહન, કૃતિકા- વ્યક્તિ નું નામ
 • ટેબલ, પેન, પેન્સિલ – વસ્તુ નું નામ

પ્રાણીને, પદાર્થને, ગુણને કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દ વપરાય છે તેને પણ નામ કહેવાય છે પણ વધુ સંજ્ઞા તરીકે ઓળખાય છે.

સંજ્ઞા કે વ્યક્તિ વાચક નામ

પ્રાણી કે પદાર્થને ઓળખવા વિશેષ નામ અપાય છે, તેને વ્યક્તિવાચક નામ કહે છે જે નામ આપણે આપણી ઇચ્છા પ્રમાણે આપ્યું હોય છે. આની ક્રિયા પાછળ કોઈ ખાસ કારણ હોતું નથી પણ તેનાથી ભાષા સરળ બની જાય છે.

જાતિવાચક નામ

જાતિવાચક નામ કોઈ વસ્તુ ના આખા વર્ગને લાગુ પડતું હોય છે. કોઈ નામ આખા વર્ગને તેમ જ તે વર્ગમાંથી પ્રત્યેક વ્યક્તિ કે વસ્તુને લાગુ પડતું હોય તેને જાતિવાચક નામ કહેવામાં આવે છે. જેમકે નદી, દેશ, પર્વત, ગ્રહ વગેરે જાતિવાચક નામ છે.

સમૂહવાચક નામ

કેટલાક નામ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુઓના સમૂહને ઓળખવા માટે આવા પ્રકાર ના નામ વપરાય છે જેને સામાન્ય રીતે સમૂહવાચક નામ કહેવામાં આવે છે. જેમકે સેના, ટોળું વગેરે આ પ્રકાર ના બધા નામ સમુહવાચક નામ છે.

દ્રવ્યવાચક નામ

કોઈ પણ વસ્તુઓ જથ્થામાં જે દ્વવ્યરૂપે રહેલી છે જેમની ગણતરી કરી શકાતી નથી તેવા બધા નામ ને દ્વવ્યવાચક નામ તરીકે ઓળખવામાં આવે છે. જેમકે લોખંડ, સોનુ, વગેરે.

ભાવવાચક નામ

ભાવોને દર્શાવતા નામ ને ભાવવાચક નામ કે સંજ્ઞા કહેવામાં આવે છે. જે દેખાતું નથી પણ તેનો અનુભવ કરી શકાય છે. જેમકે મીઠું, ખરું, ખુશી, દુઃખ વગેરે જે તમને દેખાતું નથી પણ અનુભવ કરી શકાય છે.

સર્વનામ (Pronoun)

ભાષા માં સરળતા લાવવા એક જ વ્યક્તિ કે વસ્તુ નું નામ ને વારં વાર ના બોલતા તેની જગ્યા એ જે નામ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. જેમ કે તું, હું, પેલા, તેઓ, તે, તેણી વગેરે. આ બધા સર્વનામ ના પ્રકાર છે જે તમે રોજ હજારો વાર ઉપિયગો કરતા હશો.

વિશેષણ (Adjective)

કોઈ વ્યક્તિ, પદાર્થ, પ્રાણી ના ગુણ દર્શાવા ની જરૂર પડે ત્યારે વિશેષણ નો ઉપીયોગ થાય છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે જેથી તમને વધુ ખબર પઢશે. વિશેષણ વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

visheshan- gujarati vyakaran
visheshan- gujarati vyakaran
 • ભેશ કાળી હોય છે.
 • રમેશ હોશિયાર વિદ્યાર્થી છે.
 • ખુર્ચી લાલ કલર ની છે.

ક્રિયાપદ (Verb)

કોઈ પણ ભાષા માં વાક્ય માં ક્રિયા દર્શાવા માટે જેનો ઉપીયોગ થતો હોય છે જેને ક્રિયાપદ કહેવામાં આવે છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે જેથી તમને વધુ ખબર પઢશે. વિશેષણ વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

 • છોકરો રમવા જાય છે.
 • હું નિશાળે જાવ છું.

ક્રિયાવિશેષણ (Adverb)

ક્રિયા ની વિશેષતા દર્શાવવા કે પછી ક્રિયા ના અર્થ માં વધારો કરવા બધી ભાષા માં કિર્ષ્યાવિશેષણ નો ઉપીયોગ કરવામાં આવે છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે જેથી તમને વધુ ખબર પઢશે. ક્રિયાવિશેષણ વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

 • ગાયે આસપાસ જોયું.
 • તમે આમતેમ કેમ ફરો છો.

સંયોજક (Conjunctive)

ગુજરાતી ભાષામાં બે શબ્દો અને વાક્યો જે જોડવા માટે જેનો ઉપિયોગ થાય તેને સંયોજકો તરીકે ઓળખવામાં આવે છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે જેથી તમને વધુ ખબર પડશે. સંયોજક વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

 • હું અને તું બંને કાલે બગીચા માં જાશું.
 • મેં કીધું હતું છતાં તે વાંચ્યું નહિ.

નિપાત (Destruction)

વાક્ય માં આવતા એવા શબ્દો જે ક્રિયાપદ, નામ ની આગળ કે પાછળ લગાડવામાં આવે છે જેને નિપાત કહેવામાં આવે છે. નિપાત થી વાક્ય માં ભાર વધે છે અને તેનો ઉપીયોગ ના કરતા વાક્ય માં કોઈ ફેર પડતો નથી. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે જેથી તમને વધુ ખબર પડશે. નિપાત વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

nipat- gujarati vyakaran
nipat- gujarati vyakaran
 • મારે તમારું કામ છે, તમે અત્યારે અહીં આવો.
 • જે કર્યું તે તમે સારું કર્યું.

કૃદંત (Participle)

આ એક એવું પદ છે જે તમને વાક્ય માં ક્રિયા બતાવે છે પણ વાક્ય માં અર્થ ક્રિયાપદ જેમ પુરો કરતુ નથી તેને કૃદંત કહેવાય છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે જેથી તમને વધુ ખબર પડશે. કૃદંત વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

 • રાજેશ હંમેશા હસતું મોઢું રાખે છે.
 • રમેશ રોજ અહીં આવતો.
 • આ બધું કરનાર ઉપર વાળો છે.

વિભક્તિ (Inflection)

આ પણ વાક્યો માં સંયોજકો ની જેમ કોઈ બે પદોને જોડવા માટે ઉપીયોગ માં લેવામાં આવે છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે, જેથી તમને વધુ ખબર પડશે. કૃદંત વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

સંધિ

કોઈ પણ શબ્દ સ્વર કે વ્યંજન ના મિશ્રણ થી બનેલો હોય છે જે માળખા ને સંધિ કહેવામાં આવે છે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

જોડણી (Spelling)

ગુજરાતી કે કોઈ પણ ભાષા માં શબ્દ નું સાચું નિર્માણ આપેલું હોય છે અને શબ્દ નિર્માણ ના નિયમ પણ હોય છે જેથી સાચી રીતે શબ્દ લખય જેને જોડણી કહેવામાં આવે છે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

સમાસ (Compound)

જ્યારે જુદા જુદા અર્થ વાળા બે શબ્દ જોડાઈ અને એક નવો શબ્દ બને છે જેનો અર્થ જોડાણ વાળા બંને શબ્દ કરતા અલગ હોય છે જેને સમાસ કહેવામાં આવે છે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

sams- gujarati grammar
sams- gujarati grammar
 • તમે બપોરે શાકભાજી લઈ આવજો.
 • મારા સાસુસસરા મુંબઈ રહે છે.

અલંકાર (Ornament)

અલંકાર નો સામાન્ય અર્થ આભૂષણ એવો થાય છે જેથી ગુજરાતી ભાષા માં વાક્ય ને શણગારવા અલંકાર નો ઉપીયોગ થાય છે. આના ઉપીયોગ થી વાક્ય સુંદર બને છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે, જેથી તમને વધુ ખબર પડશે. અલંકાર વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

 • સંપ ત્યાં જમ્પ નહિ તો પૃથ્વી પર ધરતીકંપ

છંદ (Chand)

ગુજરાતી ભાષા ની કવિતાઓ માં મીઠાશ અથવા મધુરતા લાવવા માટે ચોક્કસ પ્રકારે શબ્દો ની ગોઠવણી કરવામાં આવે છે જેને છંદ તરીકે ઓળખવામાં આવે છે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

સમાનાર્થી શબ્દ (Synonyms)

ગુજરાતી ભાષા એવા પણ શબ્દો છે જે અલગ અલગ છે પણ બને નો અર્થ એક થાય છે જેને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે. અર્થ એક હોવા છતાં ઘણી વાર શબ્દ અલગ અલગ જગ્યાએ વાપરવા માટે બનાવેલા હોય છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે, જેથી તમને વધુ ખબર પડશે. સમાનાર્થી શબ્દ વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

samanarthi shabd in gujarati- સમાનાર્થી શબ્દો ગુજરાતીમાં
સમાનાર્થી શબ્દો ગુજરાતીમાં
 • અચાનક- ઓચિંતું, એકદમ
 • અનાદર- અપમાન, તિરસ્કાર

Antonym (વિરુદ્ધાર્થી શબ્દ)

ગુજરાતી ભાષા એવા શબ્દો છે જેનો અર્થ એક બીજા થી એકદમ ઉલટો થાય છે જેને વિરુદ્ધાર્થી શબ્દ કહેવામાં આવે છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે, જેથી તમને વધુ ખબર પડશે. વિરુદ્ધાર્થી શબ્દ વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

virudharthi shabd in gujarati- વિરુદ્ધાર્થી-શબ્દો-ગુજરાતીમાં
વિરુદ્ધાર્થી-શબ્દો-ગુજરાતીમાં
 • કાળું x ધોળું
 • ઉપર x નીચે

શબ્દ સમૂહ માટે એક શબ્દ

ઘણા જુદા જુદા અર્થ વાળા શબ્દ જોડાઈ ને એક વાક્ય બને છે જેનો સંપૂર્ણ અર્થ વ્યક્ત કરતો એક શબ્દ હોય જેને શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવામાં આવે છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે, જેથી તમને વધુ ખબર પડશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

gujarati shabd samuh mate ek shabd- શબ્દ સમૂહ માટે એક શબ્દ
 • દસ વર્ષ નો સમયગાળો- દશકો
 • સો વર્ષ નો સમયગાળો- શતાબ્દી
 • જમવા માટે નું આમંત્રણ- નોતરું

કહેવતો (Idioms)

ગુજરાતી ભાષા માં જે વાક્યો દ્રષ્ટાંત રૂપે વપરાય છે જેને કહેવતો તરીકે ઓળખવામાં આવે છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે, જેથી તમને વધુ ખબર પડશે. કહેવતો વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

Popular Gujarati Kahevat લોકપ્રિય ગુજરાતી કહેવત
લોકપ્રિય ગુજરાતી કહેવત

ઉજ્જડ શહેર માં એરંડો પ્રધાન- જ્યાં શ્રેષ્ઠ વસ્તુ ઉપલબ્ધ નથી ત્યાં ઓછી સારી વસ્તુ પણ શ્રેષ્ઠ ગણાય.

રૂઢિપ્રયોગ

ગુજરાતી ભાષા માં શબ્દ સમૂહ ના મૂળ અર્થ ને બદલી અને વાસ્તવિક કે વિશિષ્ઠ અર્થમાં વપરાય તેને રૂઢિપ્રયોગ તરીકે ઓળખાય છે. આ પદ તમે રોજ કેટલી વાર ઉપીયોગ કરતા હશો. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે, જેથી તમને વધુ ખબર પડશે. રૂઢિપ્રયોગ વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

 • લોહી નું પાણી કરવું- ખુબ કે અતિ મેહનત કરવી.
 • બેડો પાર થઈ જવો- કોઈ પણ કામ માં સફળતા મળી જવી.

તળપદા શબ્દો

વાસ્તવિક કે સાચો ગુજરાતી શબ્દ ને ભાષાના વ્યય થી અલગ રૂપ આપી દેવામાં આવેલું હોય જેને તળપદા શબ્દ કહેવા માં આવે છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે, જેથી તમને વધુ ખબર પડશે. તળપદા શબ્દ વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

Gujarati Talpada Shabdo ગુજરાતી તળપદા શબ્દો 3
ગુજરાતી તળપદા શબ્દો
 • ખૂંદવું– કચરવું
 • અધમણ– અર્ધોમન

અનેકાર્થી શબ્દો

જે ગુજરાતી શબ્દ ના એક થી વધુ અર્થ થતા હોય તેને અનેકાર્થી શબ્દો કહેવામાં આવે છે. નીચે તમને થોડા ઉદાહરણ આપેલા છે, જેથી તમને વધુ ખબર પડશે. તળપદા શબ્દ વધુ કાળા અક્ષર માં તમને દેખાશે. વધુ માહિતી માટે તમને અમારા બ્લોગમાં અલગ થી પોસ્ટ મળી જશે, જેમાં આ ટર્મ વિષે વિસ્તાર થી માહિતી મળશે.

 • અદા– અભિનય, નખરા, અદાવત

વિરામચિહ્નો (Punctuation Mark)

વિરામચિહ્નો વાક્ય ના એક મહત્વ ના અંશ છે જેના વગર કદાચ ભાષા અધૂરી છે. લખતી વખતે ઉપિયોગ માં લેવાય છે જયારે બોલતી વખતે ભાવ થી અનુભવાય છે. તેના અલગ અલગ પ્રકાર છે જેની સમજણ તમને નીચે આપેલી છે.

 • પૂર્ણવિરામ( . ) – વાક્ય પૂર્ણ કરવા
 • પ્રશ્નાર્થ ચિન્હ ( ? ) – પ્રશ્ન પુછાયેલ વાક્ય ના અંતમાં મુકવામાં આવે છે.
 • ઉદગાર ચિન્હ ( ! ) – આશ્ચર્ય, હરખ કે શોખ જેવા ભાવ દર્શાવતા વાક્ય ના અંત માં.
 • અલ્પવિરામ ( , ) – વાક્ય નું વિભાજન કરવા વાક્ય ની વચ્ચે મુકવામાં આવે છે.
 • અર્ધવિરામ ( ; ) – એક બીજાથી સંકળાયેલા વાક્યો ની વચ્ચે મુકવામાં આવે છે.
 • ગુરુવિરામ ( : ) – જયારે આગળના વાક્ય નું શ્પષ્ઠિ કારણ પછીના વાક્ય માં થાય.

Gujarati Grammar or Gujarati Vyakaran PDF Download

NoNameLink
1Useful Gujarati Grammar PDF 1Click Here
2English to Gujarati Grammar pdfClick Here
3Gujarati VyakaranClick Here
4English Gujarati Grammar pdfClick Here
5English to Gujarati Grammar BookClick Here
6Gujarati Grammar PDF for Std 1 to 5Click Here
7Gujarati Grammar PDF for Std 5 to 10Click Here
8Gujarati Vyakaran pdf 2022Click Here
9Gujarati Vyakaran pdf Std 1 to 5Click Here
10Navneet Gujarati Vyakaran Book pdfClick Here
11Gujarati Vyakaran pdf Std 5 to 10Click Here
12Liberty Gujarati Vyakaran PDFClick Here
13Gujarati Vyakaran World Inbox PDF BookClick Here

Best Books For Gujarati Vyakaran Preparation

કેટલાક વ્યાકરણ પુસ્તકોના નામ નીચે આપેલા છે, જે શીખવા માટે ખૂબ જ સારા છે. તમે તેને તમારા નજીકના બુક સ્ટોર પરથી ખરીદી શકો છો. જો ઓનલાઈન સ્ટોર ગ્રાહક માટે PDF અથવા ડિજિટલ પુસ્તકો ખરીદવાની મંજૂરી આપે તો તમે તેનું PDF ડાઉનલોડ કરી શકો છો.

Navneet Gujarati Grammar Book PDF

નવનીતનું ગુજરાતી વ્યાકરણ પુસ્તક શ્રેષ્ઠ પુસ્તકોમાંનું એક છે જેના દ્વારા તમે સરળતાથી ગુજરાતી ભાષાના નિયમો ખૂબ સારી રીતે શીખી શકો છો. કદાચ તમને તે તમારી નજીકની બુક શોપમાં સરળતાથી મળી જશે અથવા તમે તેને નવનીતની સત્તાવાર વેબસાઇટ પરથી તમારા ઘરે ઓર્ડર કરી શકો છો.

Liberty Gujarati Vyakaran PDF Std 10

લિબર્ટીનું ગુજરાતી વ્યાકરણ પુસ્તક શ્રેષ્ઠ પુસ્તકોમાંનું એક છે, અને તમે ગુજરાતી ભાષાના તમામ નિયમો અને વિષયો ખૂબ જ સારી રીતે સરળતાથી શીખી શકો છો. કદાચ તમને તે તમારી નજીકની બુક શોપમાં સરળતાથી મળી જશે અથવા તમે તેને લિબર્ટીની સત્તાવાર વેબસાઇટ પરથી તમારા ઘરે ઓર્ડર કરી શકો છો.

Gujarati Vyakaran World Inbox PDF Book

ગુજરાતી ભાષાના નિયમો ખૂબ જ સરળતાથી શીખવા માટે વર્લ્ડ ઇનબોક્સનું ગુજરાતી વ્યાકરણ પુસ્તક શ્રેષ્ઠ પુસ્તકોમાંનું એક છે. કદાચ તમને આ પુસ્તકો તમારા નજીકના પુસ્તક સ્ટોરમાં સરળતાથી મળી જશે અથવા તમે આ પુસ્તકો તેની સત્તાવાર વેબસાઇટ પરથી તમારા ઘરે ઓર્ડર કરી શકો છો.

Gujarati Grammar Question Answer MCQ PDF

તમે પેપર સોલ્યુશન અને સ્પેશિયલ વ્યાકરણ પ્રશ્ન જવાબની બુક તમારા ઘરની નજીકના કોઈપણ બુક સ્ટોરમાંથી ખરીદી શકો છો. તમે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે Google સર્ચ એન્જિનની મદદ મેળવી શકો છો અને વ્યાકરણ સંબંધિત મફત PDF પુસ્તકો અને તે વિવિધ પ્રકારની પરીક્ષાઓ માટેના પ્રશ્નો છે.

Angel Academy Gujarati Vyakaran Book PDF

જો તમે ગુજરાત સરકારની સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમે આ પુસ્તક અજમાવી શકો છો, જે એન્જલ એકેડમી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમણે કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી છે તેમના માટે આ સરળ અને સરળ વ્યાકરણ પુસ્તક છે.

ગુજરાતી વ્યાકરણનું મહત્વ શું છે?

વ્યાકરણ મહત્વપૂર્ણ છે કારણ કે તે ભાષા છે જે આપણા માટે ભાષા વિશે વાત કરવાનું શક્ય બનાવે છે. વ્યાકરણ શબ્દોના પ્રકારો અને શબ્દ જૂથોને નામ આપે છે જે ફક્ત ગુજરાતીમાં જ નહીં પરંતુ કોઈપણ ભાષામાં વાક્યો બનાવે છે.

આપણે બાળકો તરીકે પણ વાક્યોને એકસાથે મૂકી શકીએ છીએ, જે આપણે બધા વ્યાકરણ ની મદદ થી શકીએ છીએ. પરંતુ વાક્યો કેવી રીતે રચવામાં આવે છે, શબ્દોના પ્રકારો અને શબ્દોના જૂથો જે વાક્યો બનાવે છે તે વિશે વાત કરવામાં સમર્થ થવા માટે વ્યાકરણ વિશે જાણવું ખુબ જરૂરી છે. અને વ્યાકરણ વિશે જાણવું એ માનવ મનમાં અને આપણી અદભૂત જટિલ માનસિક ક્ષમતામાં એક વિશેષ પ્રગતિ છે.

લોકો વ્યાકરણને ભૂલો અને શુદ્ધતા સાથે સાંકળે છે. પરંતુ વ્યાકરણ વિશે જાણવું એ સમજવામાં પણ મદદ કરે છે કે વાક્ય અને ફકરાને શું સ્પષ્ટ અને રસપ્રદ અને ચોક્કસ બનાવે છે. જ્યારે આપણે અને અમારા વિદ્યાર્થીઓ કવિતા અને વાર્તાઓના વાક્યોને નજીકથી વાંચીએ છીએ ત્યારે વ્યાકરણ સાહિત્યની ચર્ચાનો ભાગ બની શકે છે. અને વ્યાકરણ વિશે જાણવાનો અર્થ એ છે કે બધી ભાષાઓ અને બધી બોલીઓ વ્યાકરણની પેટર્નને અનુસરે છે તે શોધવું.

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

Gujarati Vyakaran Book કઈ રીતે પ્રાપ્ત કરવી?

તમે તમારી નજીકના કોઈ પણ બુકસ્ટોર માંથી આવી બૂક્સ ખરીદી શકો છો, આ સિવાય તમે ઓનલાઇન પણ ખરીદી કરી શકો છો.

હું Gujarati Vyakaran pdf Angel Academy કેવી રીતે મેળવી શકું?

આ બુક તમને Angel Academy ની ઓફીસીઅલ વેબસાઈટ માંથી કદાચ આસાની થી પ્રાપ્ત થઇ જશે, આ સિવાય તમે ગૂગલ માં પણ આ વિષે સર્ચ કરી શકો છો.

ગુજરાતી વ્યાકરણ PPT કઈ વેબસાઈટ માંથી ડાઉનલોડ કરી શકાય?

કદાચ તમને PPT મેળવવામાં મુશ્કેલી પડી શકે છે, કારણ કે હાલ PDF નું મહત્વ વધતા તમને મોટા ભાગની બુક PDF ફોર્મેટ માં જ મળશે. છતાં તમારે PPT જોઈએ તો નીચે કોમેન્ટ કરો, અમે અહીં ચોક્કસ અપલોડ કરીશું.

સૌથી ઉપીયોગી ગુજરાતી વ્યાકરણ MCQ કયા છે?

બધી પરીક્ષાઓ માં હાલ અલગ અલગ MCQ પુછાતા હોય છે અને ઘણા રિપીટ પણ થતા હોય છે. અહીં તમને બૂક્સ ની લિંક આપેલી છે, ત્યાં તમને IMP MCQ ની યાદી મળી જશે.

ગુજરાતી વ્યાકરણ અલંકાર કેવી રીતે શીખવા?

કોઈ પણ ગુજરાતી ભાષાના વાક્ય ને શણગારવા માટે અલંકાર નો ઉપીયોગ થતો હોય છે, આ તમે આસાની થી શીખી શકો છો. તમને અહીં અલંકાર વિષે ટૂંકી માહિતી આપેલી છે અને PDF ની લિંક પણ આપેલી છે.

અસ્વીકરણ (Disclaimer)

આ તમામ માહિતી અને PDF અહીં માત્ર શિક્ષણ અને માહિતીના હેતુ માટે આપવામાં આવી છે. અમારો કોપિરાઇટને અટકાવવાનો ઇરાદો નથી, જો તમારી પાસે કોઈ સામગ્રી અથવા પીડીએફ ફાઇલ પર કોપિરાઇટ હોય, તો તમે તેને અમને મેઇલ કરી શકો છો અને અમે તેને અહીંથી દૂર કરીશું.

અહીં અમારાથી ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

નિષ્કર્ષ (Conclusion)

આશા છે કે તમને “ગુજરાતી વ્યાકરણ વિષે સંપૂર્ણ માહિતી (All Gujarati Vyakaran or Gujarati Grammar Topics, Information and PDF)” ખુબ ઉપીયોગી અને ગમ્યો હશે. અને હજી તમને વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક પેજ પર જઇને કોન્ટેક્ટ ફોર્મ ભરી શકો છો, અથવા ઈ-મેઈલ પણ કરી શકો છો.

અમે પ્રયાસ કરશું કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબથી તમે નિરાશ ના થાવ એજ અમારો મુખ્ય ધ્યેય છે. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment