નવ ગ્રહો ના નામ (Planet Name in Gujarati)

નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ www.learn.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે “નવ ગ્રહો ના નામ (Planet Name in Gujarati and English)” આર્ટિકલમાં બધા બાળકો ને ઉપીયોગી બને તેવા નામ શીખીશું. આ નામ અહીં બંને ઉપીયોગી ભાષામાં આપવામાં આવેલા છે, જેથી બધા વિદ્યાર્થીઓ કૈક નવું શીખી શકશે.

તમે નાનપણ થી એવું સાંભળ્યું હશે કે આપણા સૌરમંડળમાં કુલ નવ ગ્રહો છે. જેમ કે આ વાત અત્યારના સમયે સાચી નથી. કેમ કે પ્લુટો ને હવે ગ્રહોની હરોળ માંથી બાકાત કરી અને વામન ગ્રહો માં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી હવે આપણા સૌરમંડળમાં કુલ 8 ગ્રહો છે.

નવ ગ્રહો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (9 Planet Name in Gujarati and English)

આપણા સૌર મંડળ માં અત્યારે 8 ગ્રહો નો સમાવેશ થાય જે જેમાં થોડા વર્ષો માં 9 ગ્રહનો સમાવેશ થતો હતો. અત્યારે પ્લુટો ને ગ્રહો ની સૂચિ માં લેવામાં આવતો નથી કેમ કે તે ઉપગ્રહો કરતા પણ કદમા ખુબ નાનો છે. નીચે તમને બધા ગ્રહ ના નામ જોવા મળી જશે જે બધા જ સૂર્ય થી અંતર પ્રમાણે ક્રમ માં ગોઠવેલા છે. સૌથી નજીક નો ગ્રહ તેમાં પ્રથમ હશે અને સૌથી વધુ અંતર ધરાવતો ગ્રહ તેમાં છેલ્લે હશે.

NoPlanet Name in EnglishPlanet Name in Gujarati
1Mercuryબુધ (Budhh)
2Venusશુક્ર (Shukra)
3Earthપૃથ્વી (Pruthvi)
4Marsમંગળ (Mangal)
5Jupiterગુરુ (Guru)
6Saturnશનિ (Shani)
7Uranusયુરેનસ (Yurenus)
8Neptuneનેપ્ચ્યુન (Nepchyune)
Pluto (વામન ગ્રહ)પ્લુટો (Pluto)

આ પણ જરૂર વાંચો- ફળો ના નામ (Fruits Name in Gujarati and English)

સૂર્યમંડળ એ સૂર્યની ગુરુત્વાકર્ષણથી બંધાયેલી એક સિસ્ટમ છે અને તેના બધા પદાર્થો જે સૂર્ય આસપાસ ભ્રમણ કરે છે. આ પ્રક્રિયા સીધી અથવા આડકતરી રીતે સૌરમંડળમાં થાય છે. જેમાં સૂર્યની પરિક્રમા કરનારા પદાર્થો માં સૌથી મોટા આઠ ગ્રહો નો સમાવેશ થાય છે, સાથે બાકીના નાના પદાર્થો, વામન ગ્રહો, ઉપગ્રહો અને બીજા ઘણા નાના નાના ગેલેક્સી ના પદાર્થો નો પણ તેમાં સમાવેશ થાય છે.

Planet Name in Gujarati and English - ગ્રહો ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં

ગ્રહો સિવાય સૂર્યમંડળમાં ઘણા અન્ય નાના પદાર્થો હોય છે. મંગળ અને ગુરુ ગ્રહની ભ્રમણકક્ષાની વચ્ચે એસ્ટરોઇડ નો એક પટ્ટો આવેલો છે, જેમાં મોટે ભાગે પાર્થિવ ગ્રહોની જેમ ખડક અને ધાતુની બનેલી ચીજો ફરતી રહે છે. નેપ્ચ્યુનની ભ્રમણકક્ષાની બહાર પણ પટ્ટો અને છૂટાછવાયા સ્કેટ્રેડ ડિસ્ક આવેલા છે, જે મોટાભાગે બરફના બનેલા હોય છે.

સૂર્યની પરોક્ષ રીતે પરિભ્રમણ કરતા પદાર્થોમાં પ્રાકૃતિક ઉપગ્રહો સમાવેશ થાય છે, ઉધારણ તરીકે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર. અન્ય ગ્રહો ના ઘણા ઉપગ્રહ બુધ કરતાં પણ મોટા છે.

આપણા સૌરમંડળમાં ચાર નાના આંતરિક ગ્રહો, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ છે, જે મુખ્યત્વે ખડક અને ધાતુથી બનેલા છે. બાકી વધતા ચાર બાહ્ય વિશાળ ગ્રહો છે, તે આંતરિક ગ્રહો કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ વિશાળ છે. બે મોટા ગ્રહો, ગુરુ અને શનિ, ગેસ થી બનેલા ખુબ વિશાળ ગોળા છે, જે મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલીયમથી બનેલા છે.

બે બાહ્ય ગ્રહો પણ છે જેમાં યુરેનસ અને નેપ્ચ્યુન સંપૂર્ણ પણે બરફ ના બનેલા છે, જેને જળ, એમોનિયા અને મિથેન ના વોલેટાઇલ પણ કહેવામાં આવે છે. સૌર મંડળ ના બધા ગ્રહોમાં લગભગ ગોળાકાર કે લંબ ગોળાકાર ભ્રમણકક્ષા હોય છે જે તેના નિશ્ચિત માર્ગ પર સતત સૂર્ય ની આસપાસ ફરે છે.

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

આપણા સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ “ગુરુ” છે અને ત્યાર બાદ શનિ નો ક્રમ આવે છે.

આપણા સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ “ગુરુ” છે અને ત્યાર બાદ શનિ નો ક્રમ આવે છે.

સૌરમંડળમાં સૌથી નાનો ગ્રહ કયો છે?

આપણા સૌરમંડળમાં સૌથી નાનો ગ્રહ “બુદ્ધ” છે. તે સૂર્ય થી ખુબ નજીક હોવાથી ખુબ ગરમ છે અને એક આંતરિક ગ્રહ છે.

સૌરમંડળમાં સૌથી સુંદર ગ્રહ કયો છે?

સૌથી સુંદર ગ્રહ “શનિ” ને માનવામાં આવે છે. કારણકે તેની આસપાસ ઘણા વાયુ અને ધૂળ ના બનેલા વલયો છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

નિષ્કર્ષ (Conclusion)

આશા છે કે તમને નવ ગ્રહો ના નામ (Planet Name in Gujarati and English) આર્ટિકલ માં કૈક નવું જાણવા મળ્યું હશે અને ગમ્યો હશે. છતાં આ વિશે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક પેજ પર જઇને કોન્ટેક્ટ ફોર્મ ભરી શકો છો, અથવા ઈ-મેઈલ પણ કરી શકો છો.

અમે પૂરતો પ્રયાસ કરશું કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબથી તમે નિરાશ ના થાવ એજ અમારો મુખ્ય ધ્યેય છે. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment