નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “Vegetables Name in Gujarati and English (શાકભાજી ના નામ ગુજરાતી માં અને ઇંગલિશ માં)” અહીં તમને એક લેખમાં ઘણી બધી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી જાણકરી તમને ચોક્કસ ગમશે.
તો બાળમિત્રો આજે આપણે એવા થોડા નામ શીખવા જઈ રહ્યા છીએ, જેનો ઉપીયોગ આપણે રોજ કરીયે છીએ. આ લિસ્ટમાં દર્શાવેલ ઘણા નામ તમને પહેલેથી ખબર જ હશે, જયારે અમુક નામ આજે નવા જાણવા મળશે.
આ પણ જરૂર વાંચો- ફળો ના નામ ગુજરાતી અને અંગ્રેજી માં (Fruits Name in Gujarati and English)
Vegetables Name in Gujarati and English List (શાકભાજી ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં)
શું મિત્રો તમને ખબર છે કે આપણે કેમ શાકભાજી દરરોજ ખાઈએ છીએ? કેમ કે તેમાં આપણા શરીર ને જરૂરી તમામ પોષક તત્વો, વિટામિન અને મિનરલ્સ હોય છે, જેથી આપણે સ્વસ્થ રહીયે. તો તમારે પણ લીલા શાકભાજી અને ફળો રોજ ખાવા જોઈએ, જેથી તમે ઓછા બીમાર પડો.
શાકભાજી ના નામ (Shakbhaji Na Nam Gujarati Ma or Vegetables Name in Gujarati)
No | Vegetables Name in English | Vegetables Name in Gujarati |
1 | Potato | બટાકા |
2 | Eggplant (Brinjal) | રીંગણા |
3 | Tomato | ટામેટા |
4 | Onion | ડુંગળી |
5 | Spring Onion | લીલી ડુંગળી |
6 | Cabbage | કોબી |
7 | Bottle Gourd | દૂધી |
8 | Carrot | ગાજર |
9 | Lady Finger | ભીંડો |
10 | Cauliflower | ફુલાવર |
11 | Cucumber | કાકડી |
12 | Cluster Beans | ગુવાર |
13 | Chili | મરચાં |
14 | Green Chili | લીલા મરચા |
15 | Bitter Gourd | કારેલા |
16 | Ridged Gourd | તુરીયા |
17 | Peas | વટાણા |
18 | Green bean | ચોળી |
19 | Radish | મૂળો |
20 | Sweet Potato | શક્કરિયા |
21 | Parsley | કોથમરી |
22 | Peppermint | ફુદીનો |
23 | Beetroot | બીટ |
24 | Pumpkin | કોળું |
25 | Maize (Corn) | મકાઈ |
26 | Spinach | પાલક |
27 | Capsicum | શિમલા મિર્ચ |
28 | Fenugreek Leaf | લીલી મેથી |
29 | Ginger | આદુ |
30 | Garlic | લસણ |
31 | Coriander Leaf | લીલા ધાણા |
32 | Curry Leaf | મીઠો લીમડો |
33 | Turmeric | હળદર |
34 | Raw Banana | કાચા કેળા |
35 | Dill | સુવાદાણા |
36 | Mushroom | મશરૂમ |
37 | Turnip | સલગમ |
38 | Zucchini | ઝુચિની |
39 | Asparagus | શતાવરી |
40 | Oregano | ઓરેગાનો |
આ પણ જરૂર વાંચો- Animal Names In Gujarati, Latest List 2021 (પ્રાણીઓ ના નામ)
ગુજરાતી અને અંગ્રેજીમાં શાકભાજી ના નામ આ પોસ્ટમાં જોયા , તમાને ઘણા બધા શાકભાજી ની સૂચિ જોવા મળી, જેમાં એવા બધા જે બધા તમે જોયા હશે, પણ તેનું ઇંગલિશ નામ તમને ખબર નઈ હોય. પુરા વિશ્વ માં તો એટલા બધા શાકભાજી ની પ્રજાતિ ઉપલબ્ધ છે, કે બધા નું લિસ્ટ બનાવવું મુશ્કિલ છે. જેથી આપણા દેશ માં અને આપડી આસપાસ ઉપલબ્ધ હોય એવાજ નામ તમને લિસ્ટ માં જોવા મળશે.
શાકભાજી ના નામ ગુજરાતી માં PDF (Vegetables Names in Gujarati PDF)
નીચે તમને એક PDF ફાઈલ જોવા મળશે જેને તમે આસાની થી તમારી Google Drive કે તમારા ફોન કે કમ્પ્યુટર માં સેવ કરી શકો છો. આ ફાઈલ ની મદદ થી તમે આ માહિતી ઑફલાઇન પણ વાંચી શકો છો.
શાકભાજી વિષે થોડી ઉપીયોગી માહિતી- Some useful information about vegetables
શાકભાજી એ છોડના ભાગો છે, જે માણસો અથવા અન્ય પ્રાણીઓ ખોરાક તરીકે સેવન કરે છે. મૂળ રીતે છોડ ના અલગ અલગ ભાગો હજી પણ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે અને ફૂલો, ફળો, દાંડી, પાંદડા, મૂળ અને બીજ સહિત તમામ ખાદ્ય વનસ્પતિ પદાર્થોનો ખોરાક તરીકે ઉપીયોગ થાય છે.
છોડ ના અલગ અલગ ભાગો હજી પણ પરંપરા દ્વારા રાંધવામાં આવે છે અને અલગ અલગ વાનગીઓ બનાવવા માં આવે છે. શાકભાજી માં ફળ, ફૂલ, પાન, ડાળીઓ, મૂળ જેવી વસ્તુઓ નો ઉપીયોગ કરવામાં આવે છે. મનુષ્ય જેમ શાકાહારી પ્રાણીઓ પણ વનસ્પતિ ના અલગ અલગ ભાગો નો ખોરાક તરીકે ઉપીયોગ કરે છે.
માનવામાં આવે છે કે સૌ પ્રથમ મનુષ્ય દ્વારા શાકભાજી જંગલ માંથી એકત્ર કરવામાં આવતું અને સામુહિક રીતે ભોજન કરવામાં આવતું. ત્યાર બાદ ખેતી નો વિકાસ થયો અને મનુષ્ય પોતે જ શાકભાજી અને ધાન્ય ઉગાડતો થયો. વર્ષો પેલા ની કૃષિ પદ્ધતિ હજી પણ ચાલે છે, પણ હાલ ટેકનોલોજી ની મદદ થી ખેતી કરવામાં આવે છે અને શાકભાજી નું વ્યાપક ઉત્પાદન લેવા માં આવે છે.
એવું માનવામાં આવે છે કે 7000 થી 10,000 વર્ષો પૂર્વે ના સમયગાળા દરમિયાન, જ્યારે નવી કૃષિ પદ્ધતિ વિકસિત થઈ હતી. શરૂઆતમાં, સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા છોડની હવે તેની ખેતી કરવામાં આવતી હતી, પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ વેપાર ઘરેલું પ્રકારોમાં ઉમેરો કરવા માટે અન્ય જગ્યાએથી વિદેશી પાક લાવી ઉગાડવામાં આવતો.
હાલ મોટાભાગની શાકભાજી આબોહવા અનુરૂપ સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે છે, જયારે આવા પાક ઓછા યોગ્ય સ્થળોએ સંરક્ષિત વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. હાલ દુનિયા માં ચીન શાકભાજીનું સૌથી મોટું ઉત્પાદક છે અને કૃષિ ઉત્પાદનોમાં વૈશ્વિક વેપાર ગ્રાહકોને દૂરના દેશોમાં ઉગાડવામાં આવતી શાકભાજી પણ ખરીદવાની મંજૂરી આપે છે.
તમને ખબર જ હશે કે શાકભાજીને કાચા સલાડ તરીકે અથવા રાંધેલા ખાઈ શકાય છે અને તે માનવ શરીર ના પોષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શાકભાજી માં મોટાભાગે ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે, જયારે વિટામિન્સ, મિનરલ્સ અને ડાયેટરી ફાઈબર નું પ્રમાણ વધુ જોવા મળે છે. આ કારણો થી હાલ ડોક્ટર પણ લોકોને પુષ્કળ ફળો અને શાકભાજી ખાવા માટે પ્રોત્સાહિત કરે છે.
ગુજરાતના 5 સૌથી લોકપ્રિય શાકભાજી (5 Most Popular Vegetables in Gujarat)
- ટામેટાં (Tomatoes)
- ડુંગળી (Onion)
- બટાટા (Potatoes)
- રીંગણ (Eggplant)
- કોબી (Cabbage)
શાકભાજી વિષે અદભુત તથ્યો (Wonderful facts about vegetables)
- ટામેટાંમાં કેરોટીનોઈડ લાઈકોપીન ખૂબ વધારે હોય છે, જેથી ટામેટા સાથે બનેલો ખોરાક ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે.
- ટામેટા સિવાય ગાજર, પાલક, શક્કરીયા માં પણ કેરોટીનોઈડ નું પ્રમાણ વધુ હોય છે.
- બટાકામાં મોટાભાગના પોષક તત્વો ત્વચાના છાલ નીચે જ હોય છે, જેથી બટાકા ને છાલ ઉતારી મુખ્યત્વે ખાવામાં આવે છે.
- અમેરિકા માં સૌથી વધુ ટામેટાંનો વપરાશ થાય છે!
- તમને ખબર નહિ હોય પણ જર્મનો ભારતીય લોકો કરતા બમણા બટાકા ખાય છે.
- દક્ષિણ અમેરિકાના એન્ડીસ પર્વતોમાં સ્થાનિક લોકો દ્વારા સૌપ્રથમ સફેદ બટાકાની ખેતી કરવામાં આવી હતી.
- ટામેટા વાસ્તવમાં એક ફળ હતું પણ, 1893માં સુપ્રીમ કોર્ટ દ્વારા ટામેટાને શાકભાજી બનાવવાનો ચુકાદો આવ્યો હતો.
- બટાટા સૌપ્રથમ 1586 માં યુરોપમાં દેખાયા.
- ડોક્ટર દ્વારા દિવસમાં પાંચ વખત ફળ અથવા શાકભાજી ખાવાની ભલામણ કરવામાં આવે છે, જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે.
- એક પુખ્ત વ્યક્તિની દૈનિક વિટામિન સીની 35% જરૂરિયાત મધ્યમ કદના બટાકામાં ના સેવન થી મળી શકે છે.
- બટાકાને સારા રાખવા ફ્રિજ માં સંગ્રહિત કરવાની જરૂર નથી, પરંતુ તેને સૂકા જરૂર રાખવા જોઈએ.
- બટાટા માત્ર 20% ઘન પદાર્થો અને 80% પાણી સમાયેલું છે.
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)
How can I get vegetable names in Gujarati PDF?
આ લેખમાં તમે શાકભાજીના નામોની PDF ફાઈલો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં મેળવી શકો છો.
ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય શાકભાજી કયું છે?
રીંગણ (Eggplant) અને બટાટા (potato) એ ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય શાકભાજી છે.
35 vegetables name in Gujarati?
ગાજર, ફુલાવર, બટાકા, ટામેટા, મરચાં, ડુંગળી,લસણ and કોબી is most popular vegetables in Gujarat, you can find other vegetables name in upper list.
અસ્વીકરણ (Disclaimer)
અહીં આમારી ટીમ દ્વારા ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
સારાંશ (Summary)
આજ ના આર્ટિકલ “Vegetables Name in Gujarati (શાકભાજી ના નામ ગુજરાતી માં)” માં આપણે ઘણા નામો વિષે માહિતી મેળવી, આશા રાખું છું કે તમને આ પોસ્ટ પણ ગમી હશે અને તમારે જોઈતી માહિતી પ્રાપ્ત થઇ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કૉમેંન્ટ કરી ને જણાવી શકો છો. આવીજ અવનવી ભણવા બાબતે માહિતી અને અપડેટ્સ પ્રાપ્ત કરવા અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.